Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરચના યુનિવર્સિટી દ્વારા ‘સેન્ટર ફોર પબ્લિક હેલ્થ’નું ઉદ્ઘાટન:સંશોધન, શિક્ષણ અને ભાગીદારી થકી જાહેર આરોગ્યના પડકારોનો સામનો કરવાનો ઉદ્દેશ

    23 hours ago

    નવરચના યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયન્સ અંતર્ગત 8 ઓગસ્ટ, 2026ના રોજ ‘સેન્ટર ફોર પબ્લિક હેલ્થ’નું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ નવીન પહેલનો મુખ્ય હેતુ સંશોધન, શિક્ષણ, નવીનતા અને સમુદાયિક જોડાણ દ્વારા ઉભરતા જાહેર આરોગ્યના પડકારો સામે લડવાનો અને વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે યોગદાન આપવા સક્ષમ બનાવવાનો છે. સંશોધન અને SDGs લક્ષ્યોને અનુરૂપ કામગીરી આ પ્લેટફોર્મ તાલીમ દ્વારા વ્યાવસાયિક ક્ષમતા મજબૂત કરવા તેમજ સરકાર, શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે ભાગીદારી પ્રોત્સાહિત કરવા નૈતિક અને કાર્ય-લક્ષી અભિગમ અપનાવશે. આ કેન્દ્ર સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs) જેવા કે સાર્વત્રિક આરોગ્ય, શૂન્ય ભૂખમરો, લિંગ સમાનતા અને આબોહવા સંરક્ષણ જેવા વિષયોને સાંકળીને કાર્ય કરશે. મહાનુભાવોની ઉપસ્થિતિ અને 'વન હેલ્થ' પર પેનલ ચર્ચા આ સમારોહનું ઉદ્ઘાટન NDDBના ચેરમેન ડૉ. મીનેશ શાહ અને ICMR-NIOHના ડિરેક્ટર ડૉ. ભાવેશ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં થયું હતું. કાર્યક્રમમાં યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે 'વન હેલ્થ' અભિગમ પર પેનલ ચર્ચા યોજાઈ હતી, જેમાં પબ્લિક હેલ્થ, મેડિસિન અને એગ્રીકલ્ચર ક્ષેત્રના નિષ્ણાતોએ વિચારો રજૂ કર્યા હતા. સેન્ટરના હેડ પ્રો. સિરીમાવો નાયર અને એસોસિએટ ડીન ડૉ. દર્શી બક્ષીએ આ કેન્દ્રને વિદ્યાર્થીઓ માટે પરિવર્તનશીલ શિક્ષણ અને પ્રિવેન્ટિવ હેલ્થકેર ક્ષેત્રે ભવિષ્યના લીડર તૈયાર કરવાનું મહત્વનું માધ્યમ ગણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સાઈ સુદર્શન શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર:પગના અંગૂઠાની ઈજામાંથી સાજો થઈ શક્યો નહીં; પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારનાર પડિકલ નંબર-3 પર રમશે
    Next Article
    વડોદરામાં અડધી રાતે ધમાલ મચાવનાર 3 ઝડપાયા:સ્થાનિકોના ઘર પર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ મચાવી હતી, કુંભારવાડા પોલીસે બુટલેગર સહિત 3ની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment