Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહારથી ભાગેલી સગીરા નવસારી પાસે ટ્રેનમાંથી પટકાઈ:મોબાઇલ મુદ્દે માતાના ઠપકા બાદ ભાગી, બેભાન હાલતમાં મળી

    1 day ago

    મોબાઇલના વધુ પડતા ઉપયોગને લઈને માતાના ઠપકાથી નારાજ થઈને બિહારથી ભાગી આવેલી એક 15 વર્ષીય સગીરા નવસારી રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાંથી નીચે પટકાઈ હતી. તેને ગંભીર હાલતમાં બેભાન અવસ્થામાં મળી આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના આજના ડિજિટલ યુગમાં બાળકોમાં મોબાઇલના વળગણના ખતરનાક પરિણામો દર્શાવે છે. બિહારના બતિયા જિલ્લામાં ધોરણ 8માં અભ્યાસ કરતી આ સગીરાને 5 ઓગસ્ટના રોજ તેની માતા સાથે મોબાઇલ જોવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. માતાના ઠપકાથી નારાજ થઈને સગીરા 6 ઓગસ્ટના રોજ કોઈને જાણ કર્યા વગર પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. તે બિહારથી સુરત આવવા માટે ટ્રેનમાં બેસી ગઈ અને 7 ઓગસ્ટની મોડી રાત્રે સુરત રેલવે સ્ટેશન પહોંચી હતી. સુરત પહોંચ્યા બાદ સગીરાએ પોતાના મામાના દીકરાને ફોન કરીને પોતે ઘરેથી ભાગીને સુરત આવી ગઈ હોવાની જાણ કરી હતી. ભાઈએ તેને હિમાચલ પ્રદેશ આવી જવા જણાવ્યું હતું. હિમાચલ તરફ જતી ટ્રેનમાં બેસવાના બદલે, સગીરા ભૂલથી મુંબઈ તરફ જતી ટ્રેનમાં ચડી ગઈ હતી. ટ્રેનમાં અન્ય મુસાફરોને પૂછતા તેને ખબર પડી કે ટ્રેન મુંબઈ જઈ રહી છે. તેણે ફરી ભાઈને ફોન કર્યો, જેણે તેને આગામી સ્ટેશને ઉતરીને પરત સુરત આવી જવા કહ્યું. સગીરા વાપી અથવા વલસાડ સ્ટેશને ઉતરીને સુરત આવવા માટે લોકલ ટ્રેનમાં બેઠી હતી. આ દરમિયાન નવસારી રેલવે સ્ટેશનથી થોડે દૂર મુંબઈ-અમદાવાદ મેઈન લાઈન પર તે અકસ્માતે ઝાડી-ઝાંખરામાં નીચે પટકાઈ હતી અને બેભાન હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ જીઆરપી પોલીસકાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે બેભાન હાલતમાં મળેલી સગીરાને નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. સગીરા પાસે રહેલા મોબાઇલ ફોન મારફતે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને તેમને બિહારથી નવસારી બોલાવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં જરૂરી સારવાર બાદ હાલ સગીરાને સખી વન સ્ટોપ સેન્ટરમાં સંપૂર્ણ સુરક્ષિત રીતે રાખવામાં આવી છે. રેલવે પોલીસે સગીરા ચાલુ ટ્રેને કઈ રીતે નીચે પટકાઈ તે અંગે આગળની તપાસ હાથ ધરી છે. સતત મોબાઇલ જોવાની ટેવ અને વાલીઓ દ્વારા આપવામાં આવતા ઠપકા બાદ બાળકો આવેશમાં આવીને કેવાં પગલાં ભરે છે તેનો આ કિસ્સો જીવંત પુરાવો છે. બાળકના માનસિક વિકાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને માતા-પિતાએ મોબાઇલના વપરાશ અંગે સંયમ અને સમજદારીથી કામ લેવું અનિવાર્ય બન્યું છે. શું કહે છે સખી વન સ્ટોપ સેન્ટરના અધિકારી મારું નામ છે હર્ષિદા એન. પટેલ. હું 'સખી વન સ્ટોપ સેન્ટર' ની કેન્દ્ર સંચાલક છું. અમારી પાસે રેલવે પોલીસ દ્વારા એક દીકરીને લાવવામાં આવી છે. જે દીકરી બિહાર રાજ્યની વતની છે. ત્યાંથી અલગ અલગ ટ્રેનોમાં બેસીને ભૂલથી એ દીકરી નવસારી સુધી પહોંચી છે અને નવસારીમાં ટ્રેનમાંથી પડી જતાં એ દીકરીને ઘણી ઈજા પણ થઈ છે. એના કારણે દીકરીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. ત્યાર પછી આપણું જે સેન્ટર છે એ આશ્રય સેન્ટર હોવાથી દીકરીને અહીં લાવવામાં આવી છે. દીકરીને મુક્યા પછી રેલવે પોલીસ અને 'સખી વન સ્ટોપ સેન્ટર' ના સ્ટાફ દ્વારા બિહાર સ્થિત એમના માતા-પિતા સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. જો એમના માતા-પિતા અહીં સુધી આવી શકતા હશે, તેમની આર્થિક સ્થિતિ સારી હશે તો તેઓ આવીને દીકરીને લઈ જશે; અથવા તો આપણી રેલવે પોલીસ તેમને એસ્કોર્ટ કરીને બિહાર એમના ગામ પહોંચાડવા માટે જશે. મેસેજમાં મારો ખાસ વાલીઓને એ મેસેજ છે કે આજના ટેકનિકલ યુગની અંદર આપણે આપણા બાળકોને મોબાઈલ તો લઈ આપ્યો છે, પણ મોબાઈલમાં ઘણીવાર સારી વસ્તુ પણ આવે છે અને ખરાબ વસ્તુ પણ આવે છે. આ દીકરીના કિસ્સામાં, માતાએ કોઈ કારણોસર મોબાઈલ ન આપ્યો, એવી નાની અમથી બાબતને કારણે આ દીકરી ઝઘડો કરીને માતા-પિતાથી બિહારથી ગુજરાત સુધી પહોંચી ગઈ છે. માટે માતા-પિતાએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો ખરેખર શું કરી રહ્યા છે. માતા-પિતાએ બાળકો ઉપર હંમેશા ફક્ત સૂચનો અને પાલન કરાવવાને બદલે થોડું મિત્રતાપૂર્ણ વ્યવહાર પણ રાખવો જોઈએ, જેથી આપણા બાળકો આવી કોઈ મોટી ઘટનાના ભોગ ન બને.
    Click here to Read More
    Previous Article
    25 CCTV ચેક કરીને હિટ એન્ડ રનના આરોપીને દબોચ્યો:ખટોદરામાં 500 કિલો નાળિયેર ભરેલા ટેમ્પોનું ટાયર ફરી વળતા સાયકોલોજીની વિદ્યાર્થિનીનું મોત થયું'તું, અમેરિકા જવાનું સપનું રોળાયું
    Next Article
    On Way Home From Work, Delhi Teen Falls Into Overflowing Drain, Swept Away

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment