Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    25 CCTV ચેક કરીને હિટ એન્ડ રનના આરોપીને દબોચ્યો:ખટોદરામાં 500 કિલો નાળિયેર ભરેલા ટેમ્પોનું ટાયર ફરી વળતા સાયકોલોજીની વિદ્યાર્થિનીનું મોત થયું'તું, અમેરિકા જવાનું સપનું રોળાયું

    1 day ago

    સુરતના ખટોદરા વિસ્તારમાં 5 ઓગસ્ટે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં મોપેડ પર કોલેજ જઈ રહેલી સાયકોલોજીની વિદ્યાર્થિની સ્નેહા ઘોરીને 500 કિલો (500 નંગ) નાળિયેર ભરેલા ટેમ્પો ચાલકે જોરદાર ટક્કર મારી હતી. સ્નેહા નીચે પટકાતા ટેમ્પોનું પાછળનું ટાયર માથા પર ફરી વળ્યું, ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો, જેથી પોલીસે તાત્કાલિક હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. 25 CCTV કમેરા ફેંદી પોલીસે ડ્રાઇવર રામવિલાસને દબોચ્યો ખટોદરા પોલીસની ટીમે આસપાસના 25 CCTVના ફૂટેજ ચકાસ્યા હતા. સીસીટીવી ગતિવિધિઓના આધારે પોલીસે ફરાર થયેલા ટેમ્પો ચાલક રામવિલાસ રાઠોડની ધરપકડ કરી છે. આરોપી ડ્રાઇવર છેલ્લા 10 વર્ષથી ડ્રાઇવિંગનો અનુભવ ધરાવે છે. પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે તે ટેમ્પોમાં 500 નાળિયેર ભરીને પાલનપુર પાટિયા તરફ જઈ રહ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે ભેગા થયેલા લોકો માર મારશેના ડરથી તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. અમેરિકા ભણવા જવાનું સપનું રોળાયું, કોલેજ જતી વખતે કાળ ભેટ્યો મૃતક સ્નેહા ઘોરી સાયકોલોજી વિષયમાં માસ્ટર ડિગ્રી માટે ભણી રહી હતી. મનોચિકિત્સક બનવા માગતી હતી અને તેના પિતા તેને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવાની તૈયારી કરી રહ્યા હતા. 5 ઓગસ્ટે સવારે 7:30 વાગ્યે રોજની જેમ સ્નેહા મોપેડ લઈને કોલેજ જવા નીકળી, ત્યારે જ આ કાળરૂપી ટેમ્પો સામે આવ્યો હતો. સ્નેહાના ભવિષ્યના તમામ સપનાઓ આ એક બેદરકાર ડ્રાઇવિંગના કારણે ક્ષણવારમાં રોળાઈ ગયા હતા, જેનાથી તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઈન્ટરનલ બ્લીડિંગ અને ઓર્ગન ડેમેજથી યુવતીનું મોત પોસ્ટમોર્ટમ તપાસ દરમિયાન સ્નેહાના શરીર પર ટેમ્પોના ટાયરના સ્પષ્ટ નિશાન મળી આવ્યા હતા. ટેમ્પોનું વજનદાર ટાયર સ્નેહા પરથી પસાર થઈ જતાં તેને ગંભીર આંતરિક ઇજાઓ થઈ હતી અને શરીરના મહત્વના અંગો ડેમેજ થઈ ગયા હતા. અતિશય લોહી વહી જવાના અને મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેનો જીવ બચાવી શકાયો નહોતો. ડોક્ટરો અને પોલીસના જણાવ્યા મુજબ ટાયરનું વજન અને સ્પીડ જ મૃત્યુનું મુખ્ય કારણ બન્યા હતા. દીકરી ગુમાવવાનું દુઃખ,પરિવારે ચક્ષુદાન કરી માનવતા દાખવી આટલી મોટી દુર્ઘટના અને દીકરી ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ સ્નેહાના પરિવારે એક પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. બે મહિના પહેલા જ સ્નેહાની આંખોનું નંબર ઉતારવાનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. દીકરીના અચાનક અવસાન બાદ પરિવારે તેની યાદોને અમર રાખવા અને અન્ય કોઈના જીવનમાં અજવાળું પથરાય તે હેતુથી સ્નેહાના ચક્ષુઓનું દાન કર્યું હતું. ખટોદરા પોલીસે હાલ આરોપી ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ આગળ ધપાવી છે.
    Click here to Read More
    Previous Article
    Khichdi Didn't Make It To Space, Gajar Halwa Did. Astronaut Shubhanshu Shukla Reveals Why
    Next Article
    બિહારથી ભાગેલી સગીરા નવસારી પાસે ટ્રેનમાંથી પટકાઈ:મોબાઇલ મુદ્દે માતાના ઠપકા બાદ ભાગી, બેભાન હાલતમાં મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment