Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટીલ બોલ્યા- 'આપના 'શીશમહેલ' કરતા તો સુરતની સરકારી શાળાઓ સારી':નામ લીધા વિના કેજરીવાલ-સિસોદીયાને આડેહાથ લીધા

    19 hours ago

    સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આમ આદમી પાર્ટી (AAP) અને તેના મુખ્ય નેતાઓ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા પર નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. સુરત મનપાની પ્રાથમિક શાળાઓમાં રૂ. 34.13 કરોડના ખર્ચે તૈયાર થયેલા 10 જેટલાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે સી.આર. પાટીલે દિલ્હીની સરકારી શાળાઓના મોડલનો પ્રચાર કરનારા આપ નેતાઓને સુરતની સરકારી શાળાઓની મુલાકાત લેવા ખુલ્લું આમંત્રણ આપ્યું હતું. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં શિક્ષણ મોડલના મોટા મોટા દાવા કરનારાઓ સુરતની સરકારી સ્કૂલોનું અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે તો પોતાના 'શીશ મહેલ'ને પણ ભૂલી જશે. સુરત મનપામાં રૂ. 34.13 કરોડના શાળા વિકાસકાર્યોનો પ્રારંભ સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આંતરમાળખાકીય સુવિધાઓ સુધારવા માટે ઐતિહાસિક કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રૂ. 34.13 કરોડના ખર્ચે કુલ 10 જેટલા શાળા વિકાસકાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે મદનલાલ ધીંગરા શાળા નં. 210 અને વિષ્ણુ સખારામ ખાંડેકર શાળા નં. 142 ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં આ કામોનું લોકાર્પણ સંપન્ન થયું હતું. ઉધના ખાતે જ માત્ર રૂ. 29.75 કરોડના 9 કામોનું લોકાર્પણ કરાયું હતું, જ્યારે રૂ. 4.38 કરોડના 1 નવા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિવિધ ઝોનમાં શાળાઓનું આધુનિકીકરણ અને બાંધકામ મનપા દ્વારા સુરતના તમામ ઝોનમાં શિક્ષણનું સ્તર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા વ્યાપક આયોજન કરાયું છે. જેમાં ઉધના ઝોન-એમાં સૌથી વધુ રૂ. 13.21 કરોડના શાળા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લીંબાયત, કતારગામ, સેન્ટ્રલ, રાંદેર તેમજ સચીન-કનકપુર ઝોનમાં પણ શાળાઓના નવા મકાનો અને અધ્યતન સુવિધાઓના કામો પૂર્ણ કરી લોકાર્પિત કરવામાં આવ્યા છે. સાથે જ સરથાણા ઝોનમાં રૂ. 4.38 કરોડના ખર્ચે બનનારી નવી શાળાના બાંધકામનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. 'શીશ મહેલ' ભૂલી જશો: આપ નેતાઓ પર સી.આર. પાટીલના પ્રહાર કાર્યક્રમ દરમિયાન જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આપ નેતાઓ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, "સુરતની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે. એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ અને સારી બિલ્ડિંગ બનાવીએ છીએ. મારે એમને ખુલ્લું આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગો આવીને જોઈ જાય, તમે તમારા 'શીશ મહેલ'ને પણ ભૂલી જાવ એ પ્રકારનું ભવ્ય કન્સ્ટ્રક્શન અહીં સરકારી શાળાઓમાં કરવામાં આવ્યું છે." 1.70 લાખ બાળકો અને 5000 શિક્ષકો: ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સુવિધાઓ સુરત મનપાની શિક્ષણ સમિતિની કામગીરીની પ્રશંસા કરતા પાટીલે ઉમેર્યું હતું કે, સુરત મનપાની શાળાઓમાં આજે 1,70,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને 5,000થી વધુ શિક્ષકો પોતાની સેવાઓ આપી રહ્યા છે. રાજ્ય સરકારની મદદથી તમામ બાળકોને બપોરે પૌષ્ટિક મધ્યાહ્ન ભોજન તેમજ કુપોષિત બાળકો માટે ખાસ પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા દરેક વિદ્યાર્થીને બે જોડી શ્રેષ્ઠ ગણવેશ, એક જોડી બૂટ અને મોજાં પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે છે, જે રાજ્ય સરકાર અને મનપાની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ કર્યો:કહ્યું- જીવનની પરીક્ષામાં બધું જ આઉટ ઓફ સિલેબસ હોય છે, માત્ર સવાલ ન પૂછો, ઉકેલ પણ શોધો; દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    Next Article
    રાજકોટમાં સૌરાષ્ટ્રના 9,868 ઉમેદવારની બે શિફ્ટમાં TAT(HS)ની કસોટી:સિલેબસમાં ફેરફાર કરાતા મુશ્કેલી, ઉમેદવારે કહ્યું 'ઝડપી ભરતી નહીં થાય તો ઉંમરના પ્રશ્નો નડશે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment