Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સૌરાષ્ટ્રના 9,868 ઉમેદવારની બે શિફ્ટમાં TAT(HS)ની કસોટી:સિલેબસમાં ફેરફાર કરાતા મુશ્કેલી, ઉમેદવારે કહ્યું 'ઝડપી ભરતી નહીં થાય તો ઉંમરના પ્રશ્નો નડશે'

    20 hours ago

    ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય બનવા આજે TAT (HS)ની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં રાજકોટ જિલ્લામાં 57 પરીક્ષા કેન્દ્ર ઉપરથી સૌરાષ્ટ્રના 9,868 ઉમેદવારની બે શિફ્ટમાં કસોટી છે. જેમાં કેટલાક ઉમેદવારો એવા છે કે તેમણે ત્રણ વર્ષ પહેલા પણ આ પરીક્ષા આપી હતી પરંતુ સારો સ્કોર મળ્યો ન હતો. જ્યારે અન્ય મહિલા ઉમેદવારનું કહેવું હતું કે, ભારતનું ભવિષ્ય મારા હાથમાં ઘડાય તેવી ઈચ્છા હોવાથી આચાર્ય બનવા માંગુ છું. 'નોકરી સાથે પરીક્ષાની તૈયાર કરી છે' રાજકોટની ન્યૂ એરા સ્કૂલમાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર ઉપેન્દ્રભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે, મારું વતન જામજોધપુર તાલુકો છે. મે 2023માં પરીક્ષા આપેલી ત્યારે હું પાસ થયો હતો. પરંતુ વધારે સ્કોર મેળવવા આ વખતે આ પરીક્ષા પાસ કરવાનો ગોલ રાખ્યો છે. હાલ સીદસરમાં વિજયાપુરા વિદ્યાસંકુલમાં નોકરી કરું છું. નોકરી કરવાની સાથે આ પરીક્ષાની પણ તૈયારી કરતો હતો. 'ભરતીમાં મોડું થશે તો ઉંમરનો પ્રશ્ન નડશે' ઉપેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, જો ભરતી થવામાં મોડું થાય, તો જે ત્રણ વર્ષ પહેલા પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારો માટે ઉંમરનો પ્રશ્ન ઊભો થાય છે. જો ઉંમર વધી જાય તો અમે બાકાત રહી જઈએ છીએ. હું વર્ષ 2005થી સેલ્ફ-ફાઈનાન્સ શાળામાં ભણાવું છું. જો સરકારી શિક્ષક તરીકે પસંદગી થઈ જાય તો તે ખૂબ સારું રહે. 'ભારતનું ભવિષ્ય મારા હાથમાં ઘડાય એ જ મારું ધ્યેય' જ્યારે અન્ય ઉમેદવાર સોનલ ગઢિયાએ જણાવ્યુ હતું કે, હું રોજનું 12 કલાકની તૈયાર કરી છું. સવારે 8થી 9 વાગ્યા સુધી રીડિંગ કરું છું પણ આ વખતે પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમ કે, બે નિબંધ, બે સંક્ષેપીકરણ, પત્ર લેખન. એના માટે વધારે ટાઈમ નથી મળતો. તો એ પ્રમાણે અમે લખીએ તો માર્કિંગ મળે છે, તો થોડો વહેલો ટાઈમ આપવો જોઈએ. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, મારા પરિવારમાં કોઈ શિક્ષક નથી, એટલે ભારતનું ભવિષ્ય મારા હાથમાં ઘડાય એ જ મારો ગોલ (ધ્યેય) છે.
    Click here to Read More
    Previous Article
    પાટીલ બોલ્યા- 'આપના 'શીશમહેલ' કરતા તો સુરતની સરકારી શાળાઓ સારી':નામ લીધા વિના કેજરીવાલ-સિસોદીયાને આડેહાથ લીધા
    Next Article
    Is Your Paneer Real Or Fake? 6 Easy Ways To Check At Home

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment