Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કસ્તુરબા કોલોનીમાં રોડ-પાણીના મુદ્દે સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરો રસ્તા પર:મનપા સામે ભાજપના કોર્પોરેટરો ધરણા પર બેઠા; રોડ-પાણીના પ્રશ્નો ન ઉકેલાય તો આંદોલનની ચીમકી

    2 days ago

    જૂનાગઢ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ અને બાંધકામ શાખાના અધિકારીઓની અણઘડ કામગીરી સામે ખુદ સત્તાધારી પક્ષ ભાજપના કોર્પોરેટરો અને સ્થાનિક રહીશોએ બળવો પોકાર્યો છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં અધિકારીઓની આળસના કારણે કામો ખોરંભે પડતાં ભાજપના નેતાઓને જ રસ્તા પર ઊતરીને ધરણા પર બેસવાની નોબત આવી છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળ્યું, 5 દિવસથી પુરવઠો બંધ વોર્ડ નંબર-1માં આવેલી કસ્તુરબા કોલોની વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી રોડ, ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઈનનું કામ અધૂરું લટકી રહ્યું છે. અગાઉ ગટર અને રોડના ખોદાણ દરમિયાન પીવાના પાણીની લાઈન દબાઈ જતાં ગલીઓમાં પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી ભળી ગયું હતું. આ ગંભીર બેદરકારી બાદ છેલ્લા પાંચ દિવસથી વિસ્તારમાં પાણીનો પુરવઠો જ સાવ બંધ કરી દેવાતાં લોકો પીવાના પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોર્પોરેટરો અને પૂર્વ નેતાઓ કસ્તુરબા કોલોનીના નાકે ધરણા પર બેઠા સ્થિતિ વણસતાં વોર્ડ નંબર-1ના કોર્પોરેટર અને સ્થાઈ સમિતિ સભ્ય નિલેશભાઈ પીઠીયા, વોટર સપ્લાય કમિટીના ચેરમેન સુભાષભાઈ રાદડિયા, કોર્પોરેટર રેખાબેન, વર્ષાબેન તેમજ પૂર્વ કોર્પોરેટર અશોકભાઈ ચાવડાએ સ્થાનિકો સાથે મળીને કસ્તુરબા કોલોનીના નાકા પર એક દિવસીય પ્રતીક ધરણા પ્રદર્શન કર્યું હતું. અશોકભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ઈજનેરોની અણઘડ કામગીરીથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે મનપાના અધિકારીઓ અને લાઈઝનિંગ ઈજનેરો કામ ન કરતા હોવાથી વિકાસકામો અટકી પડ્યા છે. મનપા ઘેરવા ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિક પ્રતિનિધિઓ અને કોર્પોરેટરોએ મનપા તંત્રને સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, જો આગામી એકથી બે દિવસમાં કસ્તુરબા કોલોનીના રોડ અને પાણીના પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે, તો તમામ રહીશો સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ ખેતી બેંકની ચૂંટણી પ્રક્રિયામાં હાઈ વૉલ્ટેજ ડ્રામા:'આપ'ના ઉમેદવારનું ફોર્મ રદ થતાં પ્રશાસન સામે આક્ષેપ, મગફળી કૌભાંડમાં સંડોવાયેલ ભાજપ ઉમેદવારનું ફોર્મ માન્ય
    Next Article
    સુરેન્દ્રનગરનાં ડબ્બા ટ્રેડિંગ કેસમાં SITની રચના:સસ્પેન્ડેડ ASI સંજયસિંહ રાઠોડ બે દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર, 23 લોકો સામે ફરિયાદ; 5 આરોપીની ધરપકડ કરી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment