Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ ખેતી બેંકની ચૂંટણી પ્રક્રિયામાં હાઈ વૉલ્ટેજ ડ્રામા:'આપ'ના ઉમેદવારનું ફોર્મ રદ થતાં પ્રશાસન સામે આક્ષેપ, મગફળી કૌભાંડમાં સંડોવાયેલ ભાજપ ઉમેદવારનું ફોર્મ માન્ય

    2 days ago

    જૂનાગઢ જિલ્લા જમીન વિકાસ બેંક (ખેતી બેંક) ની વિસાવદર શાખાની તાલુકા અને પ્રતિનિધિ સભ્યની ચૂંટણી માટે યોજાયેલી ફોર્મ ચકાસણી દરમિયાન ભારે રાજકીય હાઈવૉલ્ટેજ ડ્રામા સર્જાયો છે. આ પ્રક્રિયામાં આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવારો તેમજ નેતાઓ સામસામે આવી જતાં કાયદાકીય દાવપેચ અને તીખા આક્ષેપો સાથે રાજકારણ ગરમાયું છે. વિપક્ષના ઉમેદવારનું ફોર્મ રદ કરવા અને ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવા મુદ્દે બેંક પ્રશાસનની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ₹45 લાખના મગફળી કૌભાંડનો આરોપી માન્ય અને આપના ઉમેદવાર રદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર લલિતભાઈ પાઘડારે બેંક તંત્ર પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે ભાજપના ઉમેદવાર જયંતીભાઈ ભુવા સામે ₹૪૫ લાખના ચર્ચિત મગફળી કૌભાંડમાં સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને એફએસએલ (FSL) રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ફોર્મમાં 'કોઈ ગુનાહિત કૃત્યમાં સામેલ નથી' તેવી ખોટી બાંહેધરી આપી હોવા છતાં બેંક અધિકારીઓએ તેમનું ફોર્મ માન્ય રાખ્યું છે. વધુમાં, 'આપ'ના નેતા રાજુ બોરખતરિયાએ આક્ષેપ કર્યો હતો કે જિલ્લા મેનેજર તટસ્થ કામગીરી કરવાના બદલે સત્તાધારી પક્ષના ઈશારે કામ કરી રહ્યા છે અને ઉમેદવારો પર ફોર્મ પાછા ખેંચવા માનસિક દબાણ બનાવી રહ્યા છે. 'કોર્ટે દોષી ઠેરવ્યા નથી, ફોર્મ કાયદેસર છે' સામે પક્ષે તમામ આક્ષેપોને નકારી કાઢતાં ભાજપના ઉમેદવાર જયંતીભાઈ ભુવાએ સ્પષ્ટતા કરી હતી કે તેમની સામે કોર્ટમાં કેસ ચોક્કસ પેન્ડિંગ છે, પરંતુ હજુ સુધી કોઈ આખરી ચુકાદો આવ્યો નથી કે તેમને દોષી સાબિત કરાયા નથી. કાયદાકીય જોગવાઈ મુજબ ચકાસણી દરમિયાન તેમનું ફોર્મ સંપૂર્ણપણે માન્ય ઠર્યું છે, જ્યારે સામાપક્ષના ઉમેદવાર બેંકના ડિફોલ્ટર (બાકીદાર) હોવાના કારણે જ રદ થયા છે. ધિરાણ લોન ન ભરતાં 'આપ' ઉમેદવાર રદ ઠર્યા તમામ રાજકીય આરોપો સામે બેંકના અસિસ્ટન્ટ જનરલ મેનેજર વિશાલ મારડિયાએ ખુલાસો કર્યો હતો કે બેંકના પેટા-કાયદા મુજબ જ્યાં સુધી કોઈ વ્યક્તિ સામે કોર્ટમાં વાંક સાબિત ન થાય ત્યાં સુધી તેને ચૂંટણી લડતાં અટકાવી શકાય નહીં, તેથી ભાજપના ઉમેદવારનું ફોર્મ કાયદેસર છે. જ્યારે 'આપ'ના ઉમેદવાર લલિતભાઈના પુત્રના નામે ₹૬ લાખની ધિરાણ લોન બાકી હતી અને તેમાં ઉમેદવાર પોતે જામીનદાર તથા જવાબદાર હતા. નોટિસ બજવણી છતાં નિયત મુદતમાં નાણાં જમા ન કરાવતાં તેઓ 'મુદતવીતી બાકીદાર' ઠરતા હોવાથી કાયદાનુસાર તેમની ઉમેદવારી રદ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકા ભારતનો સૌથી મોટો LPG સપ્લાયર બન્યો:સૌથી વધુ LNG પણ USથી આવી રહી છે; કતારથી સપ્લાય 91% ઘટી
    Next Article
    કસ્તુરબા કોલોનીમાં રોડ-પાણીના મુદ્દે સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરો રસ્તા પર:મનપા સામે ભાજપના કોર્પોરેટરો ધરણા પર બેઠા; રોડ-પાણીના પ્રશ્નો ન ઉકેલાય તો આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment