Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલા થશે ખોડલધામનું ખાતમુહૂર્ત:નરેશ પટેલની સમાજના આગેવાનો સાથે બેઠક, અંત્રોલીમાં ભવ્ય મા ખોડલના મંદિર સાથે શૈક્ષણિક અને આરોગ્ય ધામ ઊભું કરાશે

    8 hours ago

    સુરતમાં પાટીદાર સમાજ અને ખોડલધામ ટ્રસ્ટની સક્રિયતામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. 'જય ખોડલધામ'ના જયઘોષ સાથે ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલ આજે સુરતના ખાસ પ્રવાસે હતા. સુરતના અંત્રોલી વિસ્તાર ખાતે આકાર પામનારા ભવ્ય મા ખોડલના મંદિર નિર્માણની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે તેમણે શહેરના સચિન અને કઠોદરા વિસ્તારમાં પાટીદાર સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ અને જાણીતા ઉદ્યોગપતિઓ સાથે ખાસ બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન સમગ્ર પ્રકલ્પને ઝડપથી આગળ ધપાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. દિવાળી પહેલા મંદિરનું ખાતમુહૂર્ત કરવાનું આયોજન બેઠકમાં મંદિર નિર્માણને લઈને અત્યંત મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અંત્રોલી ખાતે નિર્માણ પામનારા આ ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત દિવાળી પહેલાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, "અંત્રોલી ખાતે ભવ્ય મા ખોડલના મંદિરનું ખાતમુહૂર્ત દિવાળી પહેલાં યોજાશે. આ પ્રકલ્પ કેવળ મંદિર સુધી સીમિત ન રહેતાં, અહીંથી સમાજના લોકો માટે આરોગ્ય, શિક્ષણ અને સામાજિક કલ્યાણના ભવ્ય આયોજનો પણ કાર્યરત કરવામાં આવશે." આ પ્રસંગને યાદગાર બનાવવા માટે અત્યારથી જ આયોજનબદ્ધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સુવિધાઓ પર ભાર ખોડલધામ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ન રહેતાં સામાજિક કલ્યાણનું ધામ બને તેવા હેતુથી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભવ્ય મંદિરની સાથે આ જ જગ્યા પર વર્તમાન સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આરોગ્યલક્ષી, શૈક્ષણિક અને સામાજિક પ્રકલ્પો શરૂ કરવામાં આવશે. સમાજના યુવાનો માટે શિક્ષણની સુવિધાઓ અને જરૂરિયાતમંદો માટે આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે અગ્રણીઓ પાસેથી ખાસ સૂચનો મેળવવામાં આવ્યા હતા. સુરત બનશે સમાજસેવાનું આધુનિક સંગમસ્થાન આ બેઠકમાં ઉપસ્થિત ઔદ્યોગિક અને સામાજિક શ્રેષ્ઠીઓએ ખોડલધામના આ નૂતન પ્રકલ્પને પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. આગામી સમયમાં આ જગ્યાને સુરત અને દક્ષિણ ગુજરાતના પાટીદાર સમાજ માટે સેવા, શિક્ષણ અને સહકારનું આધુનિક કેન્દ્ર બનાવવાની દિશામાં આગળ વધવામાં આવશે. આ બેઠકને પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ અને એકતા માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાંથી કતલખાને લઈ જવાતા 10 પાડા બચાવાયા:ગૌરક્ષકોએ અણિયારી ચોકડી પાસેથી વાહન સાથે બે શખ્સને પકડ્યા
    Next Article
    How the British Collapsed Like House of Cards | Fall of Britain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment