Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ:જનપ્રતિનિધિઓની જવાબદારીઓ અંગે માર્ગદર્શન અપાયું, પ્રભારીમંત્રીએ પ્રજાકલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અપીલ કરી

    2 days ago

    રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના જિલ્લા અને તાલુકા કક્ષાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે તિથલ સ્થિત સ્વામીનારાયણ મંદિરના સભાખંડમાં ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના પ્રભારીમંત્રી તથા રાજ્યના આદિજાતિ વિકાસમંત્રી નરેશ પટેલ અને રાજ્યના નાણાં, શહેરી વિકાસ તથા શહેરી ગૃહનિર્માણમંત્રી કનુભાઈ દેસાઈએ હાજરી આપી જનપ્રતિનિધિઓને અસરકારક શાસન અને વિકાસલક્ષી કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રજાકલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અપીલ પ્રભારીમંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે પંચાયતી રાજ વ્યવસ્થા ગ્રામ વિકાસનો મજબૂત આધારસ્તંભ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ મોડેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વધુ મજબૂત બનાવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજકારણમાં પ્રવેશ્યા બાદ તટસ્થતા જાળવી પ્રજાકલ્યાણ માટે સમર્પિત રહેવું એ જ સાચા જનપ્રતિનિધિની ઓળખ છે અને તંદુરસ્ત રાજકારણથી જ વિકાસને નવી દિશા મળી શકે છે. જનપ્રતિનિધિઓની ભૂમિકા અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યો ભરત પટેલ, જીતુભાઈ ચૌધરી અને અરવિંદ પટેલે પણ આદર્શ જનપ્રતિનિધિ તરીકેની જવાબદારીઓ, લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વિકાસલક્ષી કામગીરીમાં સક્રિય ભૂમિકાનું મહત્વ સમજાવ્યું હતું. ગ્રામ વિકાસથી ઈ-ગ્રામ સ્વરાજ સુધીના વિષયો પર તાલીમ તાલીમ દરમિયાન પંચાયતી રાજ વ્યવસ્થાનો પરિચય, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા સભ્યોની સત્તાઓ અને જવાબદારીઓ, ગ્રામસભાનું મહત્વ, વિવિધ સમિતિઓની કામગીરી, ગ્રામ વિકાસ યોજનાઓ, ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP), 16મા નાણાપંચ હેઠળ આયોજન અને અમલીકરણ, ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલનો ઉપયોગ, નાણાકીય વ્યવસ્થાપન, પારદર્શિતા અને જવાબદારી જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી આસ્થાબેન સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.વી. બાંભરોલીયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જનપ્રતિનિધિઓની કાર્યક્ષમતા વધારી ગ્રામ વિકાસને વધુ અસરકારક બનાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની 6 બિલ્ડીંગમાં ફાયર NOCના નામે ચીફ ફાયર ઓફિસરની લૂંટ:અમિત ડોંગરે વતી 36000ની લાંચ લેતા શખ્સને ACBએ ઝડપ્યો, બંનેની ધરપકડ
    Next Article
    PM અને CMના ફોટા સાથે વાંધાજનક પોસ્ટર લગાવતા વિવાદ:કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સોહેલ અને મેહુલ દેસાઈ સહિતના કાર્યકરો સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment