Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરમસદ-આણંદ મનપા કર્મચારીઓની હડતાલ પૂર્ણ:ધારાસભ્યની ખાતરી બાદ ફરજ પર પરત ફર્યા

    18 hours ago

    કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓની બે દિવસથી ચાલતી હડતાલ પૂર્ણ થઈ ગઈ છે. ધારાસભ્ય યોગેશભાઈ પટેલની ખાતરી બાદ કર્મચારીઓ ફરીથી ફરજ પર હાજર થયા છે.કર્મચારીઓએ તેમની રજૂઆતો કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયરને આવેદનપત્ર રૂપે આપી હતી. હડતાલના બીજા દિવસે, તેમણે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો.ધારાસભ્ય યોગેશભાઈ પટેલે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓના પ્રશ્નો અને લાગણીઓ સાંભળી હતી. તેમણે કર્મચારીઓને ખાતરી આપી હતી કે તેઓ તેમની માંગણીઓ યોગ્ય કક્ષાએ રજૂ કરશે. ધારાસભ્ય દ્વારા અપાયેલી આ ખાતરી બાદ, આજે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી અને પોતાની ફરજ પર પરત ફર્યા હતા.આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'મનપાના હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ તેમની રજૂઆતો, માંગણીઓ અને લાગણીઓ અંગે મને જે કંઈ રજૂઆત કરી છે, તે મેં સાંભળી છે. મેં તેમને હડતાલ સમેટીને ફરીથી પ્રજાજનોની સેવામાં લાગી જવા જણાવ્યું હતું, જેના પરિણામે તેઓ તાત્કાલિક અસરથી ફરજ પર હાજર થયા છે. હું તેમની લાગણીઓને યોગ્ય કક્ષાએ રજૂ કરીશ.' બીજી તરફ, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનર આર. એન. ડોડીયાએ જણાવ્યું હતું કે, ‘મહાનગરપાલિકાના હડતાલ પર ઉતરેલા અધિકારી-કર્મચારીઓએ તેમની લાગણીઓ અને માંગણીઓ અંગે મને કોઈપણ પ્રકારની મૌખિક કે લેખિત રજૂઆત કરી નથી, જે બાબતે મને દુઃખ છે.’તેમણે ઉમેર્યું હતું કે, 'ખરેખર તો તેઓ મારા કર્મચારીઓ છે અને તેમણે મારી સમક્ષ પોતાની યોગ્ય માગણીઓ મૌખિક રીતે અથવા લેખિત સ્વરૂપમાં આપવી જોઈતી હતી. તેના બદલે તેઓ અચાનક જ તેમની માંગણીઓ મેયરને આવેદન સ્વરૂપે આપીને હડતાલ પર ઉતરી ગયા, જે વ્યાજબી નહોતું.' ‘આમ છતાં, મહાનગરપાલિકાના હડતાલ પર ઉતરેલા અધિકારી-કર્મચારીઓ બે દિવસના અંતે હડતાલ સમેટીને પોતાની ફરજમાં જોડાયા છે. તેમની જે કંઈ માંગણીઓ કે પ્રશ્નો હોય, તે મને વ્યક્તિગત કે સમૂહમાં મૌખિક કે લેખિત રીતે રજૂઆત કરશે તો હું સાંભળવા માટે તૈયાર છું અને તેમના યોગ્ય પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની થતી હશે તે પણ કરીશું.’કમિશનરે હડતાલ પરથી પરત ફરેલા કર્મચારીઓને મહાનગરપાલિકાની કામગીરીમાં જોડાઈને લોકોના પ્રશ્નો અને સમસ્યાઓના સત્વરે નિરાકરણની કામગીરીમાં લાગી જવા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Samwad 2026: देहरादून में फिर सजा संवाद का मंच | Dehradun Amar Ujala Samwad 2026
    Next Article
    ગુજરાત કોલેજમાં થયેલી મારામારીની ઘટનામાં નવો વળાંક:નંબર પ્લેટ વગરની કારમાં સ્ટંટ અને રેગિંગનો વિરોધ કરતાં ABVPના કાર્યકરો પર NSUIનો લોહિયાળ હુમલો, કેમ્પસમાં તંગદિલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment