Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત કોલેજમાં થયેલી મારામારીની ઘટનામાં નવો વળાંક:નંબર પ્લેટ વગરની કારમાં સ્ટંટ અને રેગિંગનો વિરોધ કરતાં ABVPના કાર્યકરો પર NSUIનો લોહિયાળ હુમલો, કેમ્પસમાં તંગદિલી

    17 hours ago

    અમદાવાદની ઐતિહાસિક ગુજરાત કોલેજ કેમ્પસમાં ગત 5 ઓગસ્ટના રોજ ખેલાયેલા હિંસક ફિંગર-ફાઇટિંગ અને મારામારીના કેસમાં નવો મોટો વળાંક આવ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ પત્રકાર પરિષદ યોજીને ગંભીર દાવો કર્યો છે કે, NSUIના કેટલાક અસામાજિક તત્વોએ સ્ટંટબાજી અને દાદાગીરીનો વિરોધ કરનાર ABVPના કાર્યકર્તાઓ તેમજ સામાન્ય વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના અંગે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા પણ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ સોંપવામાં આવી હોવાના પુરાવા રજૂ કરી કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. કાચ પર બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની કારમાં કેમ્પસમાં સ્ટંટબાજી ABVPના મહામંત્રી ધ્રુમિલ અખાણીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત 4 ઓગસ્ટના રોજ કાળા કાચ (બ્લેક ફિલ્મ) ધરાવતી અને નંબર પ્લેટ વગરની સફેદ વર્ના કાર લઈને NSUI સાથે સંકળાયેલા કેટલાક શખ્સો કોલેજ કેમ્પસમાં ઘૂસ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના જીવ જોખમાય તે રીતે પુરઝડપે કાર ચલાવી સ્ટંટબાજી કરી હતી, જે દરમિયાન કારનું ટાયર ફાટી જતાં કેટલાક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા. સ્થાનિક વિદ્યાર્થીઓ અને ABVP ના કાર્યકરોએ આ જોખમી સ્ટંટબાજી રોકીને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. રેગિંગ અને ગુંડાગીરીનો ખાર રાખી બીજા દિવસે રક્તપાત મચાવ્યો આક્ષેપ અનુસાર, ધ્રુવરાજસિંહ સોલંકી, ચિરાગ સોનારા, હિમાંશુ રાઠોડ અને પ્રતાપસિંહ સોલંકી સહિતના શખ્સો કોલેજમાં અભ્યાસ કરતા ન હોવા છતાં દરરોજ કેમ્પસમાં પ્રવેશ કરી વિદ્યાર્થીઓનું રેગિંગ કરતા હતા. અગાઉના દિવસે સ્ટંટ રોકવામાં આવ્યાનો અદાવત રાખીને 5 ઓગસ્ટે જ્યારે ABVPના કાર્યકરો કેમ્પસમાં શાંતિપૂર્વક બેઠા હતા ત્યારે આ શખસોએ અચાનક ધસી આવી તીક્ષ્ણ હુમલો કરી લોહિયાળ ખેલ ખેલ્યો હતો. પ્રિન્સિપાલે પોલીસ ફરિયાદ કરી આ અમાનવીય ઘટના બાદ ગુજરાત કોલેજના પ્રિન્સિપાલ દ્વારા પોલીસ મથકે લેખિત અરજી આપવામાં આવી હતી, જેના આધારે પોલીસે સ્ટંટમાં વપરાયેલી કાર જપ્ત કરી લીધી છે. વિદ્યાના ધામમાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી વાતાવરણ ડહોળનારા તમામ આરોપીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષાના કડક નિયમો બનાવાય અને કોલેજ બહાર પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી માંગણી ABVP દ્વારા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કરમસદ-આણંદ મનપા કર્મચારીઓની હડતાલ પૂર્ણ:ધારાસભ્યની ખાતરી બાદ ફરજ પર પરત ફર્યા
    Next Article
    રાજ્યમાં 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો:TET-1 વિવાદમાં વચગાળાનો માર્ગ, 700 જગ્યાઓ અનામત રાખી નિમણૂકો અપાશે; હાઇકોર્ટનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment