Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેત્રુંજી નદીમાં ઊંડા ખાડાઓ, કાંઠાનું ધોવાણ અને પશુધન જોખમમાં:ગેરકાયદે ખનન સામે રોષ, ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર; ગાંધીનગર સુધી લડતની ચીમકી

    13 hours ago

    ભાવનગરના તળાજા અને પાલીતાણા તાલુકાની સરહદે આવેલા પિંગળી, રાથળી અને લાપાળીયા ગામોની વચ્ચે શેત્રુંજી નદીમાં ચાલી રહેલા બેફામ અને ગેરકાયદેસર રેતી તેમજ પથ્થર ખનનને લઈને સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાની માગ સાથે આજે 7 ઓગસ્ટ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતોએ ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. નદીમાં મોટા અને ઊંડા ખાડાઓ, બંને કાંઠાનું ધોવાણ રજૂઆતમાં જણાવ્યું હતું કે, પિંગળી ગામના સહદેવ ગોવિંદભાઈ પરમારે રેતીની લીઝ ધરાવે છે, પરંતુ લીઝની આડમાં નિયમો નેવે મૂકીને નદીમાંથી અન્ય અનધિકૃત જગ્યાએથી મોટા પાયે ગેરકાયદે રેતી અને પથ્થરોનું ખનન કરવામાં આવી રહ્યું છે. નદીમાંથી બેફામ રેતી ઉપાડી જવાને કારણે મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયા છે જેના કારણે નદીના બંને કાંઠાનું ધોવાણ થઈ રહ્યું છે અને આસપાસના ખેડૂતોની જમીનો જોખમમાં મુકાઈ છે. નદીમાં પડેલા મોટા ખાડાઓમાં અજાણતા પડી જવાથી માલઢોર મૃત્યુ પામી રહ્યા છે. તેમજ ઓવરલોડ વાહનોની અવરજવરથી ગામના રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે. ‘હાથ પગ ભાંગી નાખીશું અને મારી નાખીશું’ની ધમકી લીઝની ઓથ લઈને રેતી ચોરી કરતા શખ્સો ખેડૂતો સાથે દાદાગીરી કરે છે, જો કોઈ વિરોધ કરે કે ફરિયાદ કરે તો "હાથ પગ ભાંગી નાખીશું અને જાનથી મારી નાખીશું" ની ધમકીઓ આપવામાં આવી રહી છે. ઓવરલોડ ડમ્પરો અને વાહનો બેફામ હંકારીને ખેડૂતો અને રાહદારીઓના જાનનું જોખમ ઊભું કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની જમીનો ધોવાઈ રહી છે અને પશુધન જોખમમાં આ આવેદનપત્ર આપવામાં નાની રાજસ્થળી અને ઘેલાપરા ગામના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેને જણાવ્યું હતું કે, નાની રાજસ્થળી ગામની હદમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં પણ ખનીજ માફિયાઓ દ્વારા બેફામ ઉત્ખનન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતોની જમીનો ધોવાઈ રહી છે અને પશુધન જોખમાઈ રહ્યું છે. ગાંધીનગર સુધી લડતની ચીમકી આવેદનપત્ર આપ્યા બાદ ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે કે, જો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ગેરકાયદે ખનન સામે વહેલી તકે સઘન તપાસ કરીને કાયદેસરના કડક પગલાં લેવામાં નહીં આવે, તો આ મામલે ગાંધીનગર સુધી લડત ચલાવવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: એજ ગેપ, આક્રોશ અને આંદોલન:જેન-ઝીના વિદ્રોહની આગ વિકરાળ બની, શું યુવા પેઢી સત્તાને ઉખેડીને ફેંકી શકે છે? સંઘે પણ સરકારને સલાહ આપવી પડી
    Next Article
    જુગાર રમતા મહિલા સહિત 6 જુગારી ઝડપાયા:ખૂટવડાંના સરેરા ગામે પોલીસની રેડ, 52 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment