Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં નારી વંદન ઉત્સવ:મહિલા કલ્યાણ દિવસની ઉજવણી યોજાઈ, સરકારી યોજનાઓ અને સ્વાવલંબન અંગે વિસ્તૃત માર્ગદર્શન

    10 hours ago

    પાટણના મહિલા મંડળ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી મેઘાબેન ગોસ્વામીના અધ્યક્ષસ્થાને મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ શિબિર યોજાઈ હતી.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સાથે થઈ હતી. ત્યારબાદ જિલ્લા હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW)ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ આશાબેન પટેલે મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને મહિલા સ્વાવલંબન યોજના હેઠળ લોન મેળવવાની પ્રક્રિયા અને તેના લાભો સમજાવ્યા હતા. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ બાળલગ્ન પ્રતિબંધ, બાળ સુરક્ષા અને બાળકોના અધિકારો સંબંધિત યોજનાઓ વિશે માહિતી આપી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી મેઘાબેન ગોસ્વામીએ સરકારની મહિલાલક્ષી યોજનાઓ છેવાડાની મહિલાઓ સુધી પહોંચે તે માટે માર્ગદર્શન આપ્યું. તેમણે મહિલાઓને સ્વરોજગાર અપનાવી આત્મનિર્ભર બનવા અને અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બનવા અપીલ કરી. આ શિબિરમાં કુલ ૨૨૫ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 220 મહિલાઓ અને ૫ પુરુષોનો સમાવેશ થાય છે. તમામને મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હાઇજીન કીટ અને માહિતીપ્રદ IEC સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પરિણામે મહિલાઓમાં મહિલા કલ્યાણકારી યોજનાઓ અને મહિલા સ્વાવલંબન યોજના અંગે જાગૃતિ વધી. સરકારી યોજનાઓનો લાભ મેળવી આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનવા માટે તેમને પ્રેરણા મળી. કાર્યક્રમના અંતે સખી વન સ્ટોપ સેન્ટરના ચેતનાબેને આભારવિધિ કરી હતી.આ કાર્યક્રમ મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર અને જિલ્લા મહિલા તથા બાળ અધિકારીની કચેરી, પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. તેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, મહિલા મંડળના પ્રમુખ સંધ્યાબેન, ભગીની સમાજ પાટણના પ્રમુખ લીલાબેન સ્વામી સહિત DHEW અને OSCના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ આસપાસના ગામોની મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.
    Click here to Read More
    Previous Article
    NEET પેપર લીકનું કાવતરું મહિનાઓ પહેલાં ઘડાયું હતું:CBIનો દાવો- NTA એક્સપર્ટ્સ પેપર તૈયાર કરતી વખતે પ્રશ્નો યાદ કરી લેતા હતા, ભાસ્કરે 2 મહિના પહેલાં જ કર્યો હતો ખુલાસો
    Next Article
    પાટણની યશ વિહાર સોસાયટીમાં કૂતરાઓનો ત્રાસ:10 લોકોને બચકાં ભરતાં નગરપાલિકાને રજૂઆત, શ્વાન પકડવા કે ખસીકરણની ગાઈડલાઈન ન હોવાનો પ્રમુખનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment