Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી જિલ્લા સ્વાતંત્ર્ય દિન ઉજવણી મોટા દહીસરામાં:કલેક્ટર ખરેએ આયોજનની સમીક્ષા કરી

    1 day ago

    મોરબી જિલ્લામાં આગામી ૧૫ ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે નવલખી રોડ પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે થશે. આ ઉજવણીના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ગ્રાઉન્ડની તૈયારીઓ, સ્ટેજ, મંડપ, મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, રોશની, સુશોભન, વૃક્ષારોપણ, સ્વચ્છતા તેમજ મેડિકલ ટીમની તૈનાતી સહિતની તમામ આનુષંગિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત વિભાગોને જરૂરી દિશા-નિર્દેશો પણ આપ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધનો આદેશ:રાજકોટમાં ફૂડ વિભાગના ચેકિંગમાં વધુ 113 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 16 પેઢીને નોટિસ આપી રૂ. 21,500નો દંડ વસૂલાયો
    Next Article
    Memorising Questions, Using Chits: How Testing Body Experts Leaked NEET Paper

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment