Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધનો આદેશ:રાજકોટમાં ફૂડ વિભાગના ચેકિંગમાં વધુ 113 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 16 પેઢીને નોટિસ આપી રૂ. 21,500નો દંડ વસૂલાયો

    1 day ago

    રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે સતત કાર્યવાહી કરાઈ રહી છે. જે અંતર્ગત ફૂડ વિભાગની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 78 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન આરોગ્ય માટે હાનિકારક અને વાસી એવા અંદાજે 113 કિલો અખાદ્ય સામગ્રીનો જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, સંગ્રહ, લાઇસન્સ અને હાઇજેનિક કન્ડિશન બાબતે ગંભીર બેદરકારી દાખવનાર 16 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ 4 નમુનાઓ લઈ નિયમભંગ બદલ રૂ. 21,500નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં એનાલોગ ડેરી ઉત્પાદનોના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર તત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો જેવા કે રિટેલર, હોલસેલ વેપારી, હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, કેન્ટીન અને ક્લાઉડ કિચન સંચાલકોને વાનગીઓ બનાવવા માટે એનાલોગ ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવા સખત આદેશ આપવામાં આવ્યો છે. આજે તપાસ દરમિયાન આજીડેમ ચોકડી પાસે મહીકા રોડ પર આવેલ કનૈયા ડેરી ફાર્મમાંથી વાસી માવાના પેંડા, કેસર પેંડા, મિક્સ મીઠાઈ અને પડતર શ્રીખંડ મળી કુલ 95 કિલો વાસી જથ્થો નાશ કરવામાં આવ્યો હતો અને રૂ. 5,000 નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. અહીંથી શુદ્ધ ઘી અને મોળા માવાના 2 નમૂના લેવાયા હતા. તો ઉદયનગર-મવડી મેઇન રોડ પર સ્થિત જલારામ ઘી ડિપોમાંથી નમિત બ્રાન્ડ અને શ્રીકાંત બ્રાન્ડ કાઉ ઘીના 2 નમૂના લેવામાં આવ્યા હતા. નવાગામ ખાતે વાહેગુરુ એન્ટરપ્રાઇઝમાંથી 15 કિલો અખાદ્ય ખોરાક નાશ કરી રૂ. 10,000 નો દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત શીતલ પાર્ક પાસે આવેલ પિયુગ કેફેમાંથી 3 કિલો વાસી ખોરાક નાશ કરી રૂ. 500 નો દંડ લેવાયો હતો. ઉપરાંત વાવડી 40 ફૂટ રોડ, ગોંડલ ચોકડી અને અન્ય વિસ્તારોમાં આવેલી રજવાડી દાબેલી, પટેલ ગોલા, ચામુંડા ગાંઠીયા, શ્રી હરિ પાર્લર, યોગી જનરલ સ્ટોર્સ, શ્રી નાથજી માર્ટ, પટેલ કોલ્ડ્રિંક્સ, કૈલાશ કોલ્ડ્રિંક્સ, શિવ પાન જ કોલ્ડ્રિંક્સ, ગિરિરાજ ગૃહ ઉદ્યોગ અને પટેલ ગોઠીયા જેવી પેઢીઓને લાયસન્સ, સ્ટોરેજ અથવા લેબલિંગ અંગે નોટિસ આપી દરેક પાસેથી રૂ. 500 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. જય ખોડીયાર ડેરી ફાર્મને લેબલિંગ અંગે નોટિસ અપાઈ હતી, જ્યારે અયોધ્યા ચોક પાસે આવેલ શ્રેયસ ટ્રેડલિંગ અને કિરણ કાર્ટ ટેકનોલોજીસને સ્ટોરેજ અને હાઇજીન અંગે નોટિસ આપવામાં આવી હતી. એટલું જ નહીં ફૂડ વિભાગની ટીમ દ્વારા પુષ્કરધામ મેઇન રોડ, રૈયા રોડ, કોઠારીયા, કાલાવડ રોડ અને ગોંડલ ચોકડી જેવા વિસ્તારોમાં આવેલી મહાવીર ફરસાણ, મોન્જીનીયસ કેક શોપ, બર્ગર ભાઉ, બ્લિંક કોમર્સ, આઈ ખોડલ હોટેલ, હોટેલ ક્રિષ્ના પાર્ક અને ત્રિલોક હોટેલ સહિત 60 થી વધુ વેપારી પેઢીઓમાં સ્થળ તપાસ હાથ ધરીને સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણી માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ વિવિધ સ્થળોએથી 4 શંકાસ્પદ નમૂના પણ લેવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    શેત્રુંજી નદીમાં ગેરકાયદે ખનન સામે રોષ:શેત્રુંજી નદીમાં ઊંડા ખાડાઓ પડતા કાંઠાનું ધોવાણ અને પશુધન જોખમમાં, ગાંધીનગર સુધી લડતની ચીમકી
    Next Article
    મોરબી જિલ્લા સ્વાતંત્ર્ય દિન ઉજવણી મોટા દહીસરામાં:કલેક્ટર ખરેએ આયોજનની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment