Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રાલસાના મનો દિવ્યાંગ બાળકો બની રહ્યા છે આત્મનિર્ભર:અસ્મિતા વિકાસ કેન્દ્રમાં અપાય છે વ્યવસાયલક્ષી તાલીમ

    8 hours ago

    ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે આવેલું અસ્મિતા વિકાસ કેન્દ્ર મનો દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યું છે. અમેરિકા નિવાસી પ્રવીણ પટેલ અને તેમના પત્નીના માર્ગદર્શન હેઠળ, આ કેન્દ્ર બાળકોને શિક્ષણ સાથે જીવનજરૂરી કૌશલ્ય અને વ્યવસાયલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવી રહ્યું છે. રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને, હાલ કેન્દ્રના બાળકો વિવિધ ડિઝાઇનની સુંદર રાખડીઓ તૈયાર કરી રહ્યા છે. આ રાખડીઓ બજારમાં વેચવામાં આવશે અને તેમાંથી થતી આવક સીધી જ બાળકોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ પ્રકારે બાળકોને તેમની મહેનતની કમાણીનો અનુભવ કરાવી આત્મવિશ્વાસ વધારવામાં આવે છે. સંસ્થાના આચાર્ય મનીષા ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું કે, કેન્દ્રમાં 20 વર્ષથી ઉપરના મનો દિવ્યાંગ યુવાનોને વોકેશનલ તાલીમ અપાય છે. જેમાં અગરબત્તી, ફાઈલો, કોડિયા, રાખડીઓ અને કાપડની બેગ જેવી વસ્તુઓ બનાવવાનું શીખવવામાં આવે છે. તાલીમ બાદ, સંસ્થાએ ચાર મનો દિવ્યાંગ યુવાનોને મદદનીશ પ્યુન, મદદનીશ રસોઈયા અને માળી જેવી જવાબદારીઓ પણ સોંપી છે. તેમને દર મહિને સ્ટાઈપન્ડ પણ ચૂકવવામાં આવે છે, જે તેમને આર્થિક રીતે સક્ષમ બનાવે છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી વાલીઓ પોતાના મનો દિવ્યાંગ બાળકોને અહીં અભ્યાસ અને તાલીમ માટે મોકલે છે. સંસ્થા શિક્ષણ અને સંભાળ સાથે બાળકોમાં સંસ્કાર, જીવન કૌશલ્ય અને સમાજમાં સ્વાભિમાનપૂર્વક જીવવાની સમજણનું પણ સિંચન કરે છે. અસ્મિતા વિકાસ કેન્દ્રનો મુખ્ય હેતુ દયા કે દાનના બદલે, બાળકોને પોતાની મહેનત અને હુનરના આધારે સન્માનભર્યું અને આત્મનિર્ભર જીવન જીવવા સક્ષમ બનાવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ:તપાસ કમિટીના રિપોર્ટ બાદ ટર્મિનેટ કરાશે, 11 કરોડના નુકસાનના આક્ષેપ સાથે ગુજરાત યુનિ.માં ABVPનો વિરોધ
    Next Article
    એનાલોગ પનીરના પ્રતિબંધ બાદ આરોગ્ય વિભાગનું ચારેય ઝોનમાં ચેકીંગ:સતત બીજા દિવસે પણ ટીમોના વેપારીઓ-ડિસ્ટ્રીબ્યુટર્સ પર દરોડા, 1.50 લાખના માલનો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment