Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ:તપાસ કમિટીના રિપોર્ટ બાદ ટર્મિનેટ કરાશે, 11 કરોડના નુકસાનના આક્ષેપ સાથે ગુજરાત યુનિ.માં ABVPનો વિરોધ

    10 hours ago

    ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ કરેલી લ્હાણીને લઈને ABVP મેદાને આવ્યું છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા કાર્યકાળ પૂરો થયા બાદ વિવાદમાં સપડાયા છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીના પૈસાની છૂટા હાથે લ્હાણી કરી હોવાનો ABVP દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યો છે. નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા કર્મચારીઓને નોકરી પર રાખી નિયમ વિરુદ્ધ પગાર ચૂકવ્યો છે. જેથી તેને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે 7 ઑગસ્ટે ABVPના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો. ત્યારે નીરજા ગુપ્તા દ્વારા જે પણ ભરતી કરવામાં આવી હતી અને લાખો રૂપિયાના પગારની લ્હાણી કરવામાં આવી હતી તે તમામને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટના કો ઓર્ડીનેટર,GUSEC ના CEO,GUSECના વાઇસ પ્રેસિડેન્ટ,એસ્ટેટ ઓફિસર,ચીફ એકાઉન્ટ ઓફિસર,ફાયર ઓફિસર,લીગલ ઓફિસર સહિત કેટલાક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ તમામની પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા ભરતી કરવામાં આવી હતી.આ ભરતી કોઈ પ્રક્રિયા વિના ભલામણ અને સબંધના કારણે કરવામાં આવી હતી. કોને-કોને સસ્પેન્ડ કરવામાં આવ્યા આ પણ વાંચો: ગુજરાત યુનિ.ના પૂર્વ VC નીરજા ગુપ્તાએ 5-5 લાખ પગાર આપ્યાનો આક્ષેપ
    Click here to Read More
    Previous Article
    યુગાન્ડાના ફૂટબોલ સ્ટાર ડેવિડ ઓવરીની હત્યા:રાજધાની કંપાલામાં અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો, હોસ્પિટલમાં મૃત્યુ થયું
    Next Article
    ત્રાલસાના મનો દિવ્યાંગ બાળકો બની રહ્યા છે આત્મનિર્ભર:અસ્મિતા વિકાસ કેન્દ્રમાં અપાય છે વ્યવસાયલક્ષી તાલીમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment