Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પગાર માગવાના મુદ્દે હુમલાની ઘટના:સાળાના મારથી ઘવાયેલા પ્રૌઢનું મોત, બનાવ હત્યામાં પલટાયો

    15 hours ago

    રાજકોટના આજી ડેમ ચોકડી નજીક માનસરોવર પાર્ક પાસે આવેલી રોનક હોટેલમાં ચાર મહિનાનો બાકી પગાર માગવાના મુદ્દે સાળા સહિત ચાર શખ્સના હિચકારા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નેપાળી પ્રૌઢનું 15 દિવસની સારવાર બાદ મોત નીપજતાં સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે. આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર, ગત તા.22-7ના રોજ રાત્રે હોટેલમાં જ નોકરી કરતા ગુમાનસિંગ માનસિંગ ઠાકુરે પોતાના ચાર મહિનાના બાકી પગારની ઉઘરાણી કરી હતી. આ મુદ્દે ઉશ્કેરાઈને હોટેલ સંચાલક અને ગુમાનસિંગના સાળા કરણબહાદુર પ્રેમબહાદુર મહતરાએ અન્ય સાગરીતો દીપક દલબહાદુર ખડકા, પ્રકાશ કરણબહાદુર ખડકા અને લાલબહાદુર મંગલબહાદુર બુઢા સાથે મળીને ગુમાનસિંગ પર લાકડાંના ધોકા વડે ખૂની હુમલો કર્યો હતો. ઢોરમાર માર્યા બાદ હવે પછી પગાર માગીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ગુમાનસિંગને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા આજી ડેમ પોલીસે અગાઉ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી, જોકે બાદમાં તેઓ જામીન પર છૂટી ગયા હતા. પાંચ દિવસ પૂર્વે ગુમાનસિંગના ગરદનના પાછળના ભાગે મણકામાં ગંભીર ફ્રેક્ચર હોવાથી ન્યુરો સર્જરી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમની તબિયત કથળતાં મોત નીપજ્યું હતું. આજી ડેમ પીઆઈ એચ.એન. પટેલના જણાવ્યા મુજબ, મૃત્યુ સર્જરીના કોમ્પ્લિકેશનથી થયું છે કે હુમલાની ઈજાથી તે ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે અને તે આધારે હત્યાની કલમ ઉમેરવા નિર્ણય લેવાશે. મૃતકના ભાઇ મોહનસિંહે જણાવ્યું હતું કે, મારા ભાઈ ગુમાનસિંગને 1 પુત્રી અને 1 પુત્ર છે, જેઓ પત્ની સાથે નેપાળ રહે છે. હોટલમાં પગાર માગતા સંચાલક અને સાગરીતોએ તેમને બેફામ માર મારી બેભાન કરી દીધા હતા. ત્યારબાદ તેમને હોટેલ બહાર રોડની સાઈડમાં ફેંકીને ચાલ્યા ગયા હતા. સવારે એક રિક્ષાચાલકે રોડ સાઈડમાં પડેલા ભાઈને જોઈ 108ને જાણ કરી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. માથામાં લોહીના ગઠ્ઠા જામી જતાં ન્યુરો સર્જરી કરવી પડી હતી ગુમાનસિંગને માથાના ભાગે મૂઢમાર મરાતા અને હાથ-પગમાં ધોકા ઝીંકાતા માથામાં લોહી જામી ગયું હતું, જેથી તેમના હાથ-પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. આ સ્થિતિમાં તેમની ન્યુરો સર્જરી કરાવવી પડી હતી. હુમલાના દિવસથી જ તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. પોલીસે હવે આ કિસ્સામાં કડક કાયદાકીય કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધવો જોઈએ. રાજકોટના આજી ડેમ પાસે રોનક હોટેલમાં 15 દિવસ પૂર્વે પગાર માગવાના મુદ્દે હુમલાની ઘટના, પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે: PI
    Click here to Read More
    Previous Article
    જામનગર મોકલેલી ટ્રક બિનવારસી મળી:25 ટન બ્રાસ સ્ક્રેપ ગાયબ, ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા
    Next Article
    Actor, Engineer, Extremist's Widow Among Syria's New Women MPs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment