Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાંકરેજ ચર્ચિત લાફાકાંડમાં મહંત બળદેવગિરીની અટકાયત:દેવ દરબાર જાગીર મઠ વિવાદમાં કાયદાકીય પ્રક્રિયા તેજ; ચોધરી સમાજ આંદોલનની આગળની રણનીતિ નક્કી કરશે

    9 hours ago

    બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઓગડ સ્થિત દેવ દરબાર જાગીર મઠના ચર્ચિત લાફાકાંડ મામલે ચોધરી સમાજના વ્યાપક વિરોધ બાદ પોલીસે કાર્યવાહી તેજ કરીને મઠના મહંત બળદેવગીરી બાપુની પૂછપરછ માટે અટકાયત કરી છે. અગાઉ નોંધાયેલી એફઆઈઆરમાં નામ ન હોવા છતાં સતત આંદોલન બાદ આજે ડીસા રૂરલ પોલીસ મથકે તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેનાથી સમગ્ર જિલ્લાના રાજકારણ અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વાયરલ વીડિયો અને પ્રાથમિક પોલીસ કાર્યવાહી આ વિવાદની શરૂઆત દેવ દરબાર મઠમાં ચોધરી સમાજના અજમલભાઈ ચૌધરી પર કેટલાક શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલા અને મારપીટના વાયરલ વીડિયોથી થઈ હતી. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે ગુનો નોંધીને પ્રાથમિક તપાસના આધારે કેટલાક આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા હતા. જોકે, શરૂઆતી એફઆઈઆરમાં મઠના મહંત બળદેવગીરી બાપુનું નામ સામેલ કરવામાં આવ્યું નહોતું. ચોધરી સમાજના વિરોધ પ્રદર્શનો અને આંદોલન એફઆઈઆરમાં મહંતનું નામ ન હોવાથી ચોધરી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. સમાજના આગેવાનો અને લોકોએ મહંત બળદેવગીરીનું નામ ગુનામાં ઉમેરવાની સ્પષ્ટ માંગ સાથે પાલનપુર, રાધનપુર, ધાનેરા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. સમાજના અવિરત આંદોલન અને વધતા દબાણને પગલે આખરે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને મહંતને પૂછપરછ માટે ડીસા રૂરલ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. જોકે આ અંગે ડીસાના DYSPનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. સમાજના આગેવાન ભેમાભાઈની શાંતિ અને સંયમની અપીલ મહંતની ધરપકડ અને પૂછપરછના અહેવાલો વચ્ચે ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈએ માધ્યમો સાથે વાતચીત કરતી વખતે જણાવ્યું હતું કે બળદેવગીરી બાપુની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી તેમને મળી છે. હાલમાં સમગ્ર મામલે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સમાજના કે વિસ્તારના કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારના ઉશ્કેરાટ કે અફવાઓમાં આવ્યા વગર સંયમ જાળવવો જરૂરી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પોલીસ તંત્ર દ્વારા આ મામલે વિધિવત અને સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે. પોલીસની સત્તાવાર માહિતી સામે આવ્યા બાદ સ્થિતિની સમીક્ષા કરીને સમાજ તરફથી આગામી કાર્યક્રમો અને આગળની રણનીતિ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. ત્યાં સુધી દરેક લોકોને શાંતિ અને સહકાર જાળવી રાખવા માટે જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    શામળાજીમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે 9 ST બસોનું લોકાર્પણ:બિરસા મુંડાની 150મી જન્મજયંતિએ મંત્રી પી.સી. બરંડાએ લીલી ઝંડી આપી
    Next Article
    જામનગર મોકલેલી ટ્રક બિનવારસી મળી:25 ટન બ્રાસ સ્ક્રેપ ગાયબ, ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment