Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ પોલીસે ગુમ થયેલી બેગ કલાકોમાં શોધી કાઢી:રોકડ અને મોબાઇલ ફોન સુરક્ષિત પરત કર્યા

    8 hours ago

    ભુજ શહેર બી ડિવિઝન પોલીસે એક મહિલાની ગુમ થયેલી બેગ કલાકોમાં શોધી કાઢી છે. આ બેગમાં રોકડા રૂપિયા 7,000 અને એક મોબાઇલ ફોન સહિતની કિંમતી વસ્તુઓ હતી, જે સુરક્ષિત રીતે અરજદારને પરત કરવામાં આવી છે. જૂની રાવલવાડી વિસ્તારમાં રહેતા જેતુનબેન સુલેમાનભાઈ માંજોઠીએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેમની બેગ ખાવડા રોડ રેલવે ફાટક નજીક ગુમ થઈ ગઈ હતી. ફરિયાદ મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. હેરમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ સક્રિય બની હતી. ટીમે અરજદાર સાથે ઘટનાસ્થળે પહોંચી તકનિકી સાધનો અને સ્થાનિક તપાસના આધારે ટૂંકા સમયમાં બેગ શોધી કાઢી. બેગ મળી આવતા તેમાં રહેલા રોકડા રૂપિયા 7,000, મોબાઇલ ફોન અને અન્ય સામાનની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ વસ્તુઓ સુરક્ષિત રીતે જેતુનબેનને પરત સોંપવામાં આવી. આ કામગીરી દ્વારા ભુજ શહેર બી ડિવિઝન પોલીસે નાગરિકોને મદદરૂપ થવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
    Click here to Read More
    Previous Article
    ઝારખંડમાં ઉપવાસ કરી રહેલા વિદ્યાર્થીની તબિયત લથડી:બોલ્યા- JPSC પરીક્ષા રદ કરો; રાહુલ ગાંધીએ પ્રદર્શનકારીઓ સાથે વાત કરી, કહ્યું- કોંગ્રેસ તમારી સાથે છે
    Next Article
    જાહેરમાં 20 કેક કાપનાર ‘ટીયા’એ પોલીસ સામે માફી માંગી:સોનાના દાગીના'ને ગાડીનો વટ ગાયબ, પાંડેસરા પોલીસે કાયદાનું ભાન કરાવતા જ બોલ્યો-'આવું કોઈ ન કરતા'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment