Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદના જૂના દેવળીયા ગામે ભાજપની પ્રવેશબંધી:ખેડૂતોએ ઢોલ-નગારા સાથે ગામના પ્રવેશદ્વાર પર બેનર લગાવ્યું

    1 day ago

    મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે ગ્રામજનોએ ભાજપના નેતાઓ અને ઉમેદવારોની ગામમાં પ્રવેશબંધી કરી છે. ખેડૂતોએ ઢોલ-નગારા સાથે ગામના પ્રવેશદ્વાર પર આ અંગેનું બેનર લગાવ્યું હતું. આ નિર્ણય મોરબીના જેતપર ગામે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલનના ભાગરૂપે લેવામાં આવ્યો છે. ખેડૂતો ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર સામે પૂરતા વળતરની માગ કરી રહ્યા છે. સરકારે નવી વળતર નીતિ જાહેર કરી હોવા છતાં, ખેડૂતોએ તેનો અસ્વીકાર કર્યો છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી તેમની માંગણી મુજબ વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. જેતપર આંદોલન સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ તેમની માંગણીઓ સરકાર સુધી પહોંચાડી છે, પરંતુ પૂરતું વળતર મળે તેવો કોઈ નિર્ણય હજુ સુધી લેવાયો નથી. આના કારણે ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ રોષના ભાગરૂપે, હવે ગામોગામ ભાજપના વિરોધમાં બેનરો લગાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે, તો ભાજપના ઉમેદવારો અને પક્ષે ગામમાં મત માંગવા આવવું નહીં. મોરબી જિલ્લામાં ધીમે ધીમે 50 જેટલા ગામોમાં આવા બેનરો લાગી ચૂક્યા છે. અગાઉ ભાજપને આવકારતા ખેડૂતો હવે પૂરતા વળતરની માંગણી સાથે આંદોલનના ભાગરૂપે પ્રવેશબંધી કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ન્યાયતંત્રમાં મોટાપાયે બદલી-બઢતી:મોટા પાયે જજોની આંતરિક જિલ્લા બદલી, 17 ઓગસ્ટ સુધીમાં ચાર્જ સંભાળવાનો રહેશે, જુઓ લિસ્ટ
    Next Article
    ગીર અભયારણ્ય પાસે ગેરકાયદે એકમો પર તંત્રનો સપાટો:20 સીલ, 191ને નોટિસ; 54 એકમમાં વાણિજ્યિક પ્રવૃત્તિ બંધ કરવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment