Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રામજનોમાં ભારે રોષ:ઝહીરાબાદમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતાં ગ્રામજનોએ સરપંચ હટાવોના નારા લગાવ્યા

    1 day ago

    પ્રાથમિક સુવિધાઓના અભાવે હિંમતનગર તાલુકાની ઝહીરાબાદમાં સરપંચ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને સરપંચ વિરુદ્ધ રજૂઆત કરી ઉચ્ચ સ્તરની તપાસ તેમજ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ દરમિયાન ગ્રામજનો દ્વારા સરપંચ હટાવો અને સરપંચ હાય હાયના નારા લગાવી સરપંચ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે ટીડીઓએ જણાવ્યું હતું કે, ઝહીરાબાદનો સર્વે કરીને ગ્રામજનોની જરૂરિયાત અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં માટે ડી.ડી.ઓ.એ સૂચના આપેલ છે. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે ગામમાં રસ્તા, ગટર, વરસાદી પાણીના નિકાલ, સ્ટ્રીટલાઇટ સહિતની અનેક મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો લાંબા સમયથી યથાવત છે છતાં તેનો યોગ્ય નિકાલ કરાયો નથી. પંચાયતના વિકાસ કાર્યો અને નાણાંકીય વ્યવહારોનું સ્પેશિયલ ઓડિટ કરાવી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ કરાઇ હતી. રજૂઆત દરમિયાન હિંમતનગર તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા. આ દરમિયાન ગ્રામજનોએ સરપંચ હટાવો અને સરપંચ હાય હાયના નારા લગાવી સરપંચ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પોલીસ જાપ્તામાંથી ફિલ્મી સ્ટાઈલમાં ફરાર પોક્સોનો આરોપી ઝડપાયો:SSG હોસ્પિટલમાં ઈન્જેક્શન માટે હાથકડી ખોલતા મુઠ્ઠીવાળીને ભાગ્યો; ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાયો
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Sheds 370 Points At Open Amid Negative Global Cues

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment