Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સો.મીડિયા એકાઉન્ટ સામે કાર્યપાલક ઇજનેરને અરજી કરી:સાદરા- અલુવા બ્રિજને નુકસાનના ભ્રામક વીડિયો મામલે કાર્યવાહી

    19 hours ago

    સાદરા-અલુવા બ્રિજને નુકસાન થયું હોવા અંગે સોશિયલ મીડિયામાં ખોટા અને ભ્રામક ફોટા-વીડિયો વાયરલ કરવાના મામલે હવે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાટનગર યોજના વિભાગના કાર્યપાલક ઇજનેરે ચિલોડા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી બે અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉલ્લેખ છે કે તાજેતરમાં આ બ્રિજના એપ્રોચમાં સામાન્ય નુકસાન થયું હતું પરંતુ સોશિયલ મિડીયામાં એઆઇ જનરેટેડ ખોટા ફોટા અને વિડીયો ફેલાવીને બ્રિજને વ્યાપક નુકસાન થયું હોવાનો ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો હતો. કાર્યપાલક ઇજનેરે કરેલી અરજીમાં જણાવાયું છે કે, સાદરા-અલુવા બ્રિજ અંગે સોશિયલ મીડિયામાં એવા ફોટા અને વિડિયો પ્રસારિત કરવામાં આવ્યા હતા કે જાણે બ્રિજને ગંભીર નુકસાન થયું હોય અને તેના પરથી વાહનવ્યવહાર જોખમી બની ગયો હોય. જોકે વિભાગના જણાવ્યા મુજબ વાસ્તવમાં બ્રિજને કોઈ નુકસાન થયું નથી. માત્ર બ્રિજના એપ્રોચ રોડને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું, જેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. વિભાગનો આરોપ છે કે કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભ્રામક ફોટા અને વિડિયો તૈયાર કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. આ અરજીના પગલે હવે ચિલોડા પોલીસ દ્વારા ફેક ફોટો- વિડીયો ફેલાવનાર સોશિયલ મિડીયા હેન્ડલર સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    રહેણાંક મકાનમાં સાડા ત્રણ ફૂટની પાટલા ઘો ઘૂસી જતાં અફરાતફરી:રેસ્ક્યૂ ટીમે વોશિંગ મશીન પાછળથી પકડીને સુરક્ષિત જગ્યાએ મુક્ત કરી
    Next Article
    India vs Sri Lanka XI Warm-Up Match Day 1 LIVE Updates: Shubman Gill's India Receive Troubling News Before Practice Match

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment