Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રહેણાંક મકાનમાં સાડા ત્રણ ફૂટની પાટલા ઘો ઘૂસી જતાં અફરાતફરી:રેસ્ક્યૂ ટીમે વોશિંગ મશીન પાછળથી પકડીને સુરક્ષિત જગ્યાએ મુક્ત કરી

    16 hours ago

    વાઘોડિયા રોડ પર આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા એક પરિવારના ઘરમાં અચાનક સાડા ત્રણ ફૂટથી વધુ લાંબી વિશાળ પાટલા ઘો ઘૂસી આવતાં અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તેનું સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારબાદ તેને તેના કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વોશિંગ મશીનની પાછળ છુપાયેલી હતી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા બસંતભાઈના ઘરે વોશિંગ મશીનની પાછળ વિશાળ સરિસૃપ દેખાતાં પરિવારજનો ગભરાઈ ગયા હતા. તેમણે તાત્કાલિક રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરતા રેસ્ક્યૂઅર નિતિન સોલંકી અને પ્રિતેશ સોલંકી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે કુશળતાપૂર્વક પાટલા ઘોનું રેસ્ક્યૂ કરીને તેને કબજે લેતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાટલા ઘો સંપૂર્ણપણે બિનઝેરી અને માનવી માટે અહાનિકારક હોય છે ઉલ્લેખનીય છે કે, પાટલા ઘો (મોનિટર લિઝાર્ડ) એ સરિસૃપ વર્ગનું મોટું અને બિનઝેરી પ્રાણી છે. સામાન્ય રીતે લોકોમાં માન્યતા હોય છે કે તે ખૂબ ઝેરી હોય છે, પરંતુ હકીકતમાં તે માનવી માટે જોખમી હોતી નથી. ચંદન ઘો અને પાટલા ઘો એક જ પ્રાણીના જુદાં નામ છે. તે નાની ઉંમરે પીળાશ પડતી અને મોટી થતાં કાળાશ પડતા રંગની થાય છે. તેની લંબાઈ 1.75 મીટર કે તેથી વધુ હોઈ શકે છે અને તે નાના જીવજંતુઓ, ગરોળી, સાપ તેમજ ઈંડાંનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
    Click here to Read More
    Previous Article
    જોગવડ શાળામાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો:આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા સ્વચ્છતા અને સુરક્ષાનું માર્ગદર્શન અપાયું
    Next Article
    સો.મીડિયા એકાઉન્ટ સામે કાર્યપાલક ઇજનેરને અરજી કરી:સાદરા- અલુવા બ્રિજને નુકસાનના ભ્રામક વીડિયો મામલે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment