Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદનું વિરોધ પ્રદર્શન:સંતોના અપમાન સામે કાર્યવાહીની માંગ

    14 hours ago

    નવી દિલ્હીમાં વિપક્ષી નેતાઓ અને પપ્પુ યાદવ સહિતના કેટલાક નેતાઓ દ્વારા સંત સમાજના અપમાન અને તેમની છબીને કલંકિત કરવાના કૃત્યના વિરોધમાં વલસાડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં વલસાડના હિન્દુ સમાજના અગ્રણીઓ અને સંત સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ સંતોના સન્માન અને ધાર્મિક લાગણીઓનું જતન કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજના આગેવાનોએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં સંત સમાજનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે સંતો ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને આધ્યાત્મિક વારસાના પ્રેરણાસ્ત્રોત છે. તેમના પ્રત્યે અપમાનજનક વલણ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. સંત સમાજની ગરિમા જળવાઈ રહે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કડક પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથના મેઘપુર ગામેથી દીપડો પાંજરે પુરાયો:વેરાવળના વાડી વિસ્તારોમાં પશુઓનો શિકાર કરતો દીપડો પકડાયો
    Next Article
    જોગવડ શાળામાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો:આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા સ્વચ્છતા અને સુરક્ષાનું માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment