Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથના મેઘપુર ગામેથી દીપડો પાંજરે પુરાયો:વેરાવળના વાડી વિસ્તારોમાં પશુઓનો શિકાર કરતો દીપડો પકડાયો

    13 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મેઘપુર ગામ નજીકથી એક દીપડો પાંજરે પુરાયો છે. આ દીપડાએ આસપાસના વાડી વિસ્તારોમાં પાલતુ પશુઓનો શિકાર કરીને ભયનો માહોલ સર્જ્યો હતો. વન વિભાગની સતર્કતાથી 6 તારીખની મોડી સાંજે તેને પકડવામાં સફળતા મળી. જંગલ વિસ્તારમાંથી પાણી અને ખોરાકની શોધમાં દીપડા જેવા જંગલી પ્રાણીઓ રહેણાંક અને વાડી વિસ્તારોમાં આવી ચડવાના કિસ્સાઓ વારંવાર સામે આવે છે. મેઘપુર ગામની સીમમાં હિતેશભાઈ કાનાભાઈ પંપાણીયાની વાડી આસપાસ દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. દીપડાના આતંકથી ત્રસ્ત ખેડૂતોએ વેરાવળ વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વન વિભાગ કચેરીના અધિકારીઓ એચ.એમ. મેર (વન રક્ષક), ડી.બી. ચૌધરી (વન રક્ષક) અને ટ્રેકરની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે દીપડાને પકડવા માટે વાડી વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું અને તેને લીલા પાંદડાથી ઢાંકી દીધું હતું. આ દીપડાએ વિસ્તારના અનેક ખેડૂતોના પાલતુ પશુઓનો શિકાર કરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. વન વિભાગની ઝડપી કાર્યવાહીથી દીપડો પાંજરે પુરાતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પકડાયેલા દીપડાને એનિમલ હેલ્થ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવશે. આવા કિસ્સાઓમાં વન વિભાગ દ્વારા જંગલ છોડી રહેણાંક વિસ્તારમાં આવતા દીપડા અને સિંહોને પાંજરે પૂરીને માનવ અને પશુ જીવનનું જોખમ અટકાવવામાં આવે છે. મેઘપુર ગામના ખેડૂતોએ વન વિભાગની આ કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    RBI ने लोन डिफॉल्टर्स को दी बड़ी राहत, अब रिकवरी एजेंट नहीं लॉक कर पाएंगे आपका फोन, जानें नए नियम
    Next Article
    વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદનું વિરોધ પ્રદર્શન:સંતોના અપમાન સામે કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment