Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં 'સમરસ વિદ્યા સેતુ' અભિયાનનો પ્રારંભ થશે:શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને ધારાસભ્ય હેમંત ખવા રહેશે ઉપસ્થિત

    16 hours ago

    લાલપુર તાલુકા શિક્ષણ પરિવાર અને વહીવટી તંત્ર દ્વારા 8 ઓગસ્ટ, 2026ના રોજ ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાનનો પ્રારંભ થશે. આ અભિયાન શ્રી લાલપુર તાલુકા શાળામાં સાંજે 4:00 કલાકે યોજાશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શાળા છોડી ગયેલા બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાનો છે.કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. ધારાસભ્ય હેમંતભાઈ ખવા વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. આ ઉપરાંત, તાલુકા પંચાયત પ્રમુખ દિવ્યાબા જાડેજા, જિલ્લા પંચાયતના સભ્યો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. આ અભિયાન અંતર્ગત, શાળા છોડી ગયેલા (ડ્રોપઆઉટ) બાળકોને શોધી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે, જેથી તેઓ ફરીથી શિક્ષણ મેળવી શકે. આ પહેલનો મુખ્ય હેતુ દરેક બાળક સુધી શિક્ષણનો અધિકાર પહોંચાડવાનો અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ માટે સમાજના તમામ વર્ગોને આ અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના બે નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ હિંસક ઝપાઝપીનો મામલો:પ્રશાંત કોરાટ મીડિયાથી બચવા CCTV સ્ક્રીન બંધ કરાવી ગુપચુપ નીકળ્યા, મનહર વોરાએ 6 મહિના જૂનો મહેન્દ્ર દેસાઈનો વીડિયો વાઇરલ કર્યો
    Next Article
    Not BJP's Views, Says Party After Slogan Row At Rally On J&K Special Status Removal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment