Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના બે નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ હિંસક ઝપાઝપીનો મામલો:પ્રશાંત કોરાટ મીડિયાથી બચવા CCTV સ્ક્રીન બંધ કરાવી ગુપચુપ નીકળ્યા, મનહર વોરાએ 6 મહિના જૂનો મહેન્દ્ર દેસાઈનો વીડિયો વાઇરલ કર્યો

    16 hours ago

    સુરતમાં શિસ્તબદ્ધ ગણાતી ભાજપના નેતાઓ વચ્ચે ધારાસભ્ય કાંતિ બલ્લરની ઓફિસમાં થયેલી બબાલ અને TP કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ દ્વારા મહિલા કોર્પોરેટર જયશ્રીબેન અને તેમના પતિ મનહર વોરા પર હુમલાનો વિવાદ બીજા દિવસે પણ રાજકીય વર્તુળોમાં ગરમાયેલો રહ્યો હતો. આ વિવાદ વચ્ચે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સુરત ભાજપ કાર્યાલય ખાતે 'હર ઘર તિરંગા' અભિયાન સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી. વિવાદ અંગે હાઇકમાન્ડના વલણ અંગે પૂછપરછ કરવા મીડિયા પહોંચતાં જ પ્રશાંત કોરાટે વિવાદથી બચવાનો અનોખો કીમિયો અપનાવ્યો હતો. તેમણે કાર્યાલયની CCTV સ્ક્રીન બંધ કરાવી દીધી હતી જેથી તેઓ ક્યારે નીકળ્યા તેની મીડિયાને ખબર ન પડે અને બેઠક પૂર્ણ કરી તેઓ ગુપચુપ રવાના થઈ ગયા હતા. 'હું આવું છું' કહીને ગાડીનો કાચ ચડાવી રવાના થયા મીડિયા પ્રતિનિધિઓ શહેર પ્રમુખની ઓફિસમાં બેઠા હતા, ત્યારે પ્રશાંત કોરાટ બાજુના કોન્ફરન્સ હોલમાં બેઠક પતાવીને બારોબાર નીકળી ગયા હતા. તેઓ કારમાં બેસવા જઈ રહ્યા છે તેવી ખબર મળતાં જ પત્રકારો ત્યાં પહોંચી ગયા હતા. જોકે, ભાજપના આંતરિક મારપીટના વિવાદ અંગે કોઈ પણ ટિપ્પણી કરવાના બદલે પ્રશાંત કોરાટે મીડિયાના માઇક હટાવી દીધા હતા અને ગાડીનો કાચ ઉપર ચડાવી દીધો હતો. તેઓ માત્ર 'હું આવું છું' તેટલું જ બોલીને કારમાં રવાના થઈ ગયા હતા, જેનાથી શિસ્તબદ્ધ પાર્ટીના પ્રદેશ નેતાના આ વલણ સામે અનેક સવાલો ઊભા થયા છે. ડોક્ટર સાથેની વાતચીત વાઇરલ કરી ફેક્ચરના દાવા પર સવાલ ઉઠાવ્યા બીજી તરફ ભાજપના જ નેતાઓ વચ્ચેનો આંતરિક વિગ્રહ બીજા દિવસે વધુ વકર્યો હતો. TP કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ જે ડોક્ટર પાસે મનહર વોરા અને તેમના પત્નીએ સારવાર મેળવી હતી તેમની સાથેની વાતચીતનો ઓડિયો વાઇરલ કર્યો હતો. આ ઓડિયોમાં મહેન્દ્ર દેસાઈ ડોક્ટરને પૂછી રહ્યા છે કે શું ખરેખર ફેક્ચર છે? જેના જવાબમાં ડોક્ટર કહી રહ્યા છે કે તેમને આટલી બધી ઈજાઓ નથી પરંતુ સામાન્ય ઈજા પહોંચી છે. આ ઓડિયો વાયરલ કરીને મહેન્દ્ર દેસાઈએ સામે પક્ષે ઈજાના દાવાને ખોટો ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. મહેન્દ્ર દેસાઈનો 6 મહિના જૂનો વીડિયો વાઇરલ કર્યો ઓડિયો વાઇરલ થતાં જ સામે પક્ષે મનહર વોરાએ પણ મહેન્દ્ર દેસાઈ સામે મોટો પલટવાર કર્યો હતો. મનહર વોરાએ મહેન્દ્ર દેસાઈનો આશરે 6 મહિના જૂનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. આ વીડિયો રાધાકૃષ્ણ સોસાયટીમાં વૃક્ષ કાપવા મામલે ઊભા થયેલા વિવાદનો છે, જેમાં સોસાયટીના લોકો મહેન્દ્ર દેસાઈને પ્રશ્નો પૂછી રહ્યા છે ત્યારે તેઓ લોકો સાથે અત્યંત ઉદ્ધત વર્તન કરતા અને લોકોને ધક્કો મારતા સ્પષ્ટ દ્રશ્યમાન થાય છે. આ વીડિયો વાઇરલ કરીને મહેન્દ્ર દેસાઈના વર્તન પર સવાલો ઊભા કરાયા છે. શિસ્તબદ્ધ પાર્ટીનો અંદરોઅંદરનો કલહ ચર્ચાના સ્થાને સુરત ભાજપના બે જૂથો અને જવાબદાર હોદ્દેદારો વચ્ચે જાહેરમાં ચાલી રહેલા આ આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને સોશિયલ મીડિયા વોરથી પક્ષની છબી ખરડાઈ રહી છે. એક તરફ પ્રદેશ નેતાઓ જવાબ આપવાથી ભાગી રહ્યા છે તો બીજી તરફ સ્થાનિક નેતાઓ એકબીજાના કાળા ચિઠ્ઠા અને વીડિયો-ઓડિયો વાઇરલ કરીને પક્ષની શિસ્તના ધજાગરા ઉડાવી રહ્યા છે. આ સમગ્ર વિવાદમાં હવે પાર્ટી હાઇકમાન્ડ શિસ્તભંગના પગલાં લે છે કે મામલો થાળે પાડે છે તેના પર સૌની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    ‘મને નિયમો ન શીખવો’, રિજિજુ પર ભડક્યા ખડગે:સીતાપુરના મિડ-ડે-મીલમાં પાણી જેવી શાકભાજી પર સંજય સિંહનો સવાલ, સભાપતિએ રોક્યા
    Next Article
    લાલપુરમાં 'સમરસ વિદ્યા સેતુ' અભિયાનનો પ્રારંભ થશે:શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને ધારાસભ્ય હેમંત ખવા રહેશે ઉપસ્થિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment