Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રૌઢનું લાંબી સારવાર દરમિયાન મોત:રાજકોટમાં હોટલ સંચાલકે માર મારી કર્મચારીને રોડની સાઈડમાં ફેંકી દીધાનો થયો હતો આક્ષેપ, ફોરેન્સિક પીએમ આધારે તપાસ શરૂ

    1 day ago

    રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 22 જુલાઈના રોજ ગુમાનસિંહ ઈમાનસિંહ ઠાકુર (ઉં.વ.50) નામના નેપાળી પ્રૌઢને રોનક હોટલના માલિકે માર મારી ફેંકી દીધો હોવાના કેસમાં આજ રોજ પ્રૌઢનું મોત થતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. હાલ સમગ્ર મામલે આજી ડેમ પોલીસ દ્વારા મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ગુમાનસિંહ ઈમાનસિંહ ઠાકુર (ઉં.વ.50)એ ગત 24 જુલાઈના રોજ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે કરણભાઇ મહતરા, દીપકભાઈ તથા અન્ય બે મળી કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે, પોતે આજીડેમ ચોકડી પાસે, માનસરોવર વિસ્તારમાં ભાવનગર રોડ પર આવેલ રોનક હોટલમાં રહી ત્યાં કામ કરતા હતા. ચાર મહિનાનો પગાર બાકી હોવાથી 22 જુલાઈની રાત્રે શેઠ કરણભાઇ મહતરા પાસે પગારની માંગણી કરતા દીપકભાઈ તથા અન્ય બે અજાણ્યા શખ્સોને બોલાવી ધોકા પાઇપ વડે માર મારી હવે પગાર માંગીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બેફામ માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તે બેભાન થઈ ગયા હતા અને તેમને હોટલ બહાર લઈ જઈ રોડ ઉપર ક્યાંક ફેંકી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો બાદમાં બીજા દિવસે સવારે કોઈ રીક્ષા ચાલકનું ધ્યાન રોડની સાઈડમાં ગુમાનસિંહ પર પડતા 108ને જાણ કરી હતી જેથી 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજ રોજ તેમનું સારવાર દરમિયાન મોત થતા આજીડેમ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ફોરેન્સિક રીપોર આવ્યા બાદ આગળ કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મૃતક ગુમાનસિંહ ઠાકુરને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે જે પત્ની સાથે વતન નેપાળમાં રહે છે. ઉલ્લેખનીય છે કે ગત 24 તારીખના રોજ નોંધાયેલ ફરિયાદ બાદ આજીડેમ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી જે હાલ જામીન મુક્ત છે.
    Click here to Read More
    Previous Article
    8-9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી:અમદાવાદમાં યુવકને ચોથા માળેથી નીચે ફેંકી પતાવી દીધો, પોલીસને ધક્કો મારી દુષ્કર્મનો આરોપી ફરાર, જુઓ CCTV
    Next Article
    દસાડાના ભાઈ-બહેને શૂટિંગમાં મેડલ જીત્યા:વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment