Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં સર્કિટ હાઉસ બહાર નશામાં ધૂત રિક્ષાચાલકનો આતંક:બાઈકચાલક પર હુમલાનો પ્રયાસ, પોતાની જ રિક્ષાનો કાચ તોડ્યો; લોકોએ પાઠ ભણાવ્યો

    20 hours ago

    નવસારી શહેરના સર્કિટ હાઉસ બહાર લુંસીકુઈથી તીઘરાને જોડતા મુખ્ય માર્ગ પર એક નશામાં ધૂત રિક્ષાચાલકે ભારે હંગામો મચાવ્યો હતો. નશાની હાલતમાં રિક્ષા ચલાવતા ચાલકે જાહેર માર્ગ પર રાહદારીઓ અને અન્ય વાહનચાલકો સાથે કારણ વગર માથાકૂટ શરૂ કરી દીધી હતી, જેના કારણે થોડા સમય માટે વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાઈકચાલકને મારવાનો પ્રયાસ, ગુસ્સામાં પોતાની જ રિક્ષાનો કાચ તોડ્યો પ્રાપ્ત માહિતી મુજબ, નશાખોર રિક્ષાચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા એક બાઈકચાલકને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે અકસ્માત ટળી ગયો હતો, પરંતુ પોતાની ભૂલ હોવા છતાં રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો અને લાકડી વડે બાઈકચાલક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, ગુસ્સાના આવેશમાં તેણે પોતાની જ રિક્ષાનો કાચ પણ તોડી નાખ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ સ્થળ પર જ પાઠ ભણાવ્યો રિક્ષાચાલકની અજીબોગરીબ હરકતો અને નશાની હાલત જોઈને આસપાસ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જાહેર માર્ગ પર લોકોના જીવ જોખમમાં મૂકતી તેની હરકતોથી રોષે ભરાયેલા લોકોએ તેને સ્થળ પર જ મેથીપાક ચખાડીને પાઠ ભણાવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચર્ચા જામી હતી. નશામાં વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ આ ઘટનાએ ફરી એકવાર જાહેર માર્ગો પર નશામાં વાહન હંકારતા ચાલકોના જોખમને ઉજાગર કર્યો છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ આવા બેદરકાર ચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય અને માર્ગ સલામતી સુનિશ્ચિત બની રહે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં અકસ્માત નિવારણ માટે અનોખી પહેલ:અકસ્માતગ્રસ્ત કારનું પ્રદર્શન કરી વાહનચાલકોને અપાઈ માર્ગ સલામતીની શીખ
    Next Article
    Jharkhand Students Form 11-Member Delegation For Talks With Government

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment