Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં અકસ્માત નિવારણ માટે અનોખી પહેલ:અકસ્માતગ્રસ્ત કારનું પ્રદર્શન કરી વાહનચાલકોને અપાઈ માર્ગ સલામતીની શીખ

    21 hours ago

    સાબરકાંઠા ટ્રાફિક શાખા અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા-NHAI દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવાના હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. હિંમતનગર-પ્રાંતિજ નેશનલ હાઇવે પર રસુલપુર નજીક અકસ્માતગ્રસ્ત કારનું પ્રદર્શન કરીને વાહનચાલકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ટ્રાફિક નિયમોના પાલનની ગંભીરતા સમજાવવાનો અને અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો છે. 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સર્જાયેલા અકસ્માતમાં ત્રણનાં મોત પ્રદર્શનમાં રાખવામાં આવેલી કાર 120 કિમી પ્રતિ કલાકની ઝડપે થયેલા ગંભીર અકસ્માતમાં સામેલ હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા અને કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત બની ગઈ હતી. આ કારને જાહેરમાં પ્રદર્શિત કરીને બેદરકારી અને ઓવર સ્પીડના ભયાનક પરિણામો અંગે લોકોને પ્રત્યક્ષ સંદેશ આપવામાં આવી રહ્યો છે. હિંમતનગર-પ્રાંતિજ હાઇવે પર રસુલપુર નજીક કારનું પ્રદર્શન અકસ્માતગ્રસ્ત કારને હિંમતનગરથી પ્રાંતિજ જતા નેશનલ હાઇવે પર રસુલપુર નજીક રસ્તાની બાજુમાં રાખવામાં આવી છે. અહીંથી પસાર થતા વાહનચાલકોનું ધ્યાન કાર તરફ આકર્ષાય છે અને અકસ્માતના દૃશ્યને જોઈ તેઓ વધુ સાવચેતીપૂર્વક વાહન ચલાવવા પ્રેરાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવા પોલીસની અપીલ ટ્રાફિક વિભાગના PSI એ.વી. જોશીએ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું પાલન કરવું માત્ર કાનૂની ફરજ નથી, પરંતુ પોતાના અને અન્ય લોકોના જીવનની સુરક્ષા માટે પણ અત્યંત જરૂરી છે. તેમણે વાહનચાલકોને ઓવર સ્પીડ ટાળવા, સીટ બેલ્ટ અને હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવા, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા તેમજ નશાની હાલતમાં વાહન ન ચલાવવા અપીલ કરી હતી. સાથે જ સુરક્ષિત અને જવાબદાર ડ્રાઇવિંગ દ્વારા માર્ગ અકસ્માતો અટકાવવામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઠપકો આપવો પાડોશીને ભારે પડ્યો!:સોસાયટીમાં મિત્રને મળવા આવવાની ના પાડતા સગીરા અને તેના મિત્રએ 6 લાખના દાગીના ચોર્યા, યુવકની ધરપકડ
    Next Article
    નવસારીમાં સર્કિટ હાઉસ બહાર નશામાં ધૂત રિક્ષાચાલકનો આતંક:બાઈકચાલક પર હુમલાનો પ્રયાસ, પોતાની જ રિક્ષાનો કાચ તોડ્યો; લોકોએ પાઠ ભણાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment