Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સનાતન ધર્મ અપમાન: મહીસાગર સંત સમાજ આક્રોશિત:કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સાંસદો સામે કાર્યવાહીની માંગ

    1 day ago

    મહીસાગર જિલ્લા સંત સમાજે સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને સંત સમાજના અપમાન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ મામલે સમાજે જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારને આવેદનપત્ર પાઠવી દોષિત સંસદસભ્યો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટના ગત 31 જુલાઈ, 2026 ના રોજ સંસદ પરિસરમાં બની હતી. સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તથા તેમના સમર્થકો દ્વારા યોજાયેલા ધરણા દરમિયાન સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને સંત સમાજનું ભારે અનાદર કરવામાં આવ્યું હતું. આ નિંદનીય અને આઘાતજનક ઘટનાથી દેશભરના સનાતનીઓ અને સંત સમાજની ધાર્મિક ભાવનાઓને ઊંડો આઘાત લાગ્યો છે. આ ઘટનાના વિરોધમાં દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે મહીસાગર જિલ્લા સંત સમાજ દ્વારા આ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટ:આપના કાર્યકરનો ભાઈ ₹1000માં બહેનના ફ્લેટ પર ગ્રાહકો લાવતો, એક વિદ્યાર્થી કઢંગી હાલતમાં'ને એક વેઈટિંગમાં હતો
    Next Article
    હિંમતનગર ITIમાં ધારાસભ્યની હાજરીમાં વૃક્ષારોપણ:રાજ્યભરની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment