Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂડિયાએ ટુ-વ્હીલરોને અડફેટે લઈ કાર ડિવાઈડર પર ચડાવી દીધી:મકરપુરા પોલીસ સ્ટેશન સામે અકસ્માત; નાકમાંથી લોહી નીકળ્યું, એરબેગ પણ ખુલી ગઈ

    एक दिन पहले

    વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન સામે આવેલા રોડ પર બુધવારે રાત્રે દારૂ નશાની હાલતમાં કાર હંકારીને ચાલકે ડિવાઈડર પર ચડાવી દીધી હતી. આ બનાવ અંગે માંજલપુર પોલીસ સ્ટેશને કારચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ મોટર વહિકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કારચાલકે નશામાં અન્ય ટુ-વ્હીલર વાહનોને અડફેટે લેતા હોવાનું પણ હાજર લોકોએ જણાવ્યુ હતુ. પોલીસે હાલમાં આ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નશામાં કાર પરથી કાબૂ ગુમાવ્યો 5 ઓગસ્ટની રાતે મકરપુરા પોલીસ સ્ટેશન સામેથી પસાર થઈ રહેલી એક સફેદ રંગની અર્ટીગા કારના ચાલકે દારૂના નશામાં કાર પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કારને રસ્તા વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડાવી દેતા પહેલાં તેણે કેટલાક ટુ-વ્હીલર વાહનોને પણ અડફેટે લીધા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. 108 મારફતે ચાલકને હોસ્પિટલ ખસેડાયો અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને 108ને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત કારચાલકને શ્રેયસ ત્રણ રસ્તા પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસનો કાફલો સ્થળ પર અને હોસ્પિટલ પહોંચ્યો હતો. કારચાલક વડસરમાં રહે છે પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ કરતાં કારચાલકની ઓળખ અલ્પેશ ત્રીકમભાઈ પટેલ (ઉં.વ.44, રહે. રાધાકૃષ્ણ ટેનામેન્ટ, વડસર, વડોદરા) તરીકે થઈ હતી. અલ્પેશ પટેલ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તેની સામે પ્રોહિબિશન અને એમ.વી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    તરુણ તેજપાલને રેપ કેસમાં 10 વર્ષની સજા:બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય પલટાવ્યો; 2013માં સહકર્મી પત્રકારે આરોપ લગાવ્યો હતો
    Next Article
    સુરતમાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટનો પર્દાફાશ:આપના કાર્યકરનો ભાઈ ₹1000માં બહેનના ફ્લેટ પર ગ્રાહકો લાવતો, એક વિદ્યાર્થી કઢંગી હાલતમાં'ને એક વેઈટિંગમાં હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment