Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્ણા નદીએ વિરાવળ પાસે વહેણ બદલ્યું:નદીએ બીજો ફાંટો પાડતાં ટાઈડલ વિયર ડેમ નજીક જમીન ધોવાણ, ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી

    12 hours ago

    નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીના વહેણમાં અચાનક મોટો ફેરફાર થતાં કાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. વિરાવળ ગામ પાસે દરિયાના ખારા પાણીને અટકાવવા તથા સિંચાઈના હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા ટાઈડલ વિયર ડેમની કામગીરી પૂર્ણતાના આરે છે. પરંતુ તાજેતરમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક વધતાં, નવનિર્મિત ડેમની આડી દિવાલોની બાજુમાંથી ધસમસતો પ્રવાહ શરૂ થઈ ગયો છે. જેના પરિણામે નદીમાં 2 ફાંટા પડી જતાં બીજું વહેણ શરૂ થયું છે. ખેતીની જમીન અને પાકને વ્યાપક નુકસાન પૂર્ણા નદીએ અચાનક અલગ ફાંટો પકડતાં ધારાગીરી ગામથી લઈને જલાલપોર સુધી હજારો હેક્ટર ફળદ્રુપ જમીન ધોવાણની ચિંતા ઊભી થઈ છે. મજબૂત પાળા કે રક્ષણાત્મક દિવાલોના અભાવે પાણી સીધું ખેતરોમાં ફરી વળ્યું છે. સ્થાનિક ખેડૂત રાજુભાઈ પટેલે જણાવ્યું કે, ડેમના પાળાના ધોવાણને લીધે 50 ફૂટ જેટલું ધોવાણ થતાં તેમની વાડીમાં રહેલા આંબા, નાળિયેરી અને 10 થી 12 જાતના શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. આ મુદ્દે ખેડૂતોએ કલેક્ટરને મળી રજૂઆત કરતાં કલેક્ટરે યોગ્ય વળતર ચૂકવવાનું આશ્વાસન આપ્યું છે. ખેડૂત પરિવારની વેદના અને અપીલ સ્થાનિક મહિલા ખેડૂત અંકિતાબેન સચિનભાઈ પટેલે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, તેમની 10 થી 12 વીઘા જમીનનું સતત ધોવાણ થઈ રહ્યું છે અને ભીંડા સહિતનો તમામ પાક નદીમાં ગરકાવ થવાની ભીતિ છે. તેમનો આખો પરિવાર આ ખેતી પર જ નિર્ભર હોવાથી તંત્ર દ્વારા વહેલી તકે આ પાણીનું વહેણ બંધ કરાવવામાં આવે તેવી તેમણે સરકારને કાલાવાલા સાથે અપીલ કરી છે. તંત્રની કામગીરી અને જવાબદારી અંગે સ્પષ્ટતા ડ્રેનેજ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ.એલ. ઘેલાણીએ પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે કે, ઉપરવાસના ભારે પાણીથી 30 મીટરના માટીના પાળા પરથી પાણી ઓવરટોપ થતાં પથ્થરના પીચિંગના અભાવે રેતીનું ઈરોઝન થયું છે. હાલ ઘટનાસ્થળે મોટા વાહનો પહોંચાડી શકાય તે માટે ઈંટ-પથ્થર નાખી એપ્રોચ રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. રોડ તૈયાર થતાં જ મોટા પથ્થરોનું ડમ્પિંગ કરી પાણીનો પ્રવાહ રોકવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું કે ડેમની કામગીરીની ડેડલાઈન પૂર્ણ થઈ હોવાથી આ તમામ ક્ષતિ અને નુકસાનની જવાબદારી સંબંધિત કન્સ્ટ્રક્શન કંપનીની રહેશે.
    Click here to Read More
    Previous Article
    પંચાયતોમાં ભ્રષ્ટાચાર સામે સરકારનો મોટો નિર્ણય:ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં નાણાકીય ગેરરીતિઓ પર રહેશે સીધી નજર, DDOને અપાઈ વધુ સત્તા
    Next Article
    સુરતમાં હિટ એન્ડ રન, મેડિકલ સ્ટુડન્ટનું મોત:એમ્બ્રોડરીના કારખાનેદારની દીકરીની પીઠ પર કારનું ટાયર ફરી વળ્યું, ઈન્ટરનલ બ્લીડિંગ-ઓર્ગન ડેમેજ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment