Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 'નશા મુક્ત યુવા-વિકસિત ભારત' અભિયાન શરૂ:ધારાસભ્ય ડો. કિરીટ પટેલે વ્યસનમુક્તિ પર ભાર મૂક્યો

    2 days ago

    દેશભરમાં યુવાનોને વ્યસનમુક્ત કરવા માટે શરૂ કરાયેલ 'નશા મુક્ત યુવા-વિકસિત ભારત' અભિયાનનો પ્રારંભ ગુરુવારે પાટણ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતેથી થયો. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનનો પ્રારંભ ગત 2 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના દસ કરોડ યુવાનોને વ્યસનમુક્ત કરવાનો છે. બ્રહ્માકુમારી સંસ્થા દેશભરમાં આવેલા તેના સેવા કેન્દ્રો દ્વારા યુવાનોને વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી આ અભિયાનને સફળ બનાવવા કટિબદ્ધ છે. ઊંઝા હાઇવે પર આવેલા મુખ્ય સેવા કેન્દ્ર ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યું કે, સમયની સાથે વ્યસનો પણ બદલાયા છે. તેમણે યુવાનોને વ્યસનમુક્ત બનવા અને પરિવાર તથા રાષ્ટ્રને બરબાદી તરફ જતાં અટકાવવા અપીલ કરી હતી. તેમણે બ્રહ્માકુમારી સંસ્થાના પ્રયાસોને પ્રશંસનીય ગણાવ્યા. આ પ્રસંગે સંસ્થાના પૂજ્ય નીલમ દીદીએ માહિતી આપી હતી કે, 'નશા મુક્ત યુવા-વિકસિત ભારત' અભિયાન દ્વારા પાટણ પંથકની શાળા-કોલેજો સહિત એક લાખ લોકો સુધી વ્યસનમુક્તિનો સંદેશ પહોંચાડવાનું લક્ષ્ય છે. તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધીમાં બ્રહ્માકુમારી સેવા સંસ્થા દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં ચાર કરોડથી વધુ લોકોને વ્યસનમુક્ત કરવામાં આવ્યા છે. આ અભિયાન 6 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ચાલશે. પ્રારંભ પ્રસંગે પાટણથી પ્રસિદ્ધ થતા 'સરહદ નો સાદ' દૈનિકના માલિક રાજેશભાઈ સોની, પત્રકાર યશપાલ સ્વામી સહિત મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન બ્રહ્માકુમારી નીતા દીદી અને નિધિ દીદી દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બાળકોને ખીચોખીચ ભર્યા, બેગની બાજુમાં પણ લટકાવ્યાં, VIDEO:અમદાવાદમાં સ્કૂલ રિક્ષાચાલકે માસુમોના જીવ જોખમાં મુક્યો; એક બાળક પડતાં-પડતાં બચ્યું
    Next Article
    શેરિયાખાણમાં કચરો હટાવવા બાબતે મારામારી બાદ વૃદ્ધનું શંકાસ્પદ મોત. ​:શેરિયાખાણમાં કચરો હટાવવાના મુદ્દે જૂથ અથડામણ: આધેડનું છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મોત, પરિવારે હુમલાનો આક્ષેપ કરતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે જામનગર ખસેડાયો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment