Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોત્રી સ્મશાન બહાર કચરાપેટીમાંથી અડધો સળગેલો મૃતદેહ મળ્યો:યુથ કોંગ્રેસે જોતા પોલીસને જાણ કરી, મૃતદેહ માનવીનો કે પશુનો તે અંગે રહસ્ય

    1 day ago

    વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા મુક્તિધામ (સ્મશાન) નજીકની કચરાપેટીમાંથી 5 ઓગસ્ટની મોડી રાત્રે એક અડધી બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબત યુથ કોંગ્રેસના ધ્યાન પર આવતાં તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને ઘટનાસ્થળે બોલાવી જાણ કરી હતી. હાલમાં આ મૃતદેહ કોઈ મનુષ્યનો છે કે પશુનો તે સ્પષ્ટ થઈ શક્યું નથી અને પોલીસે તે અંગે તપાસ હાથ ધરી છે. સ્મશાન નજીક કચરાપેટીમાંથી મૃતદેહ મળી આવ્યો ગોત્રી મુક્તિધામથી થોડા જ અંતરે આવેલી કચરાપેટી પાસે યુથ કોંગ્રેસના આગેવાન પવન ગુપ્તા અને તેમના સાથીઓએ અડધો બળેલો મૃતદેહ જોયો હતો. તેમણે તાત્કાલિક સ્મશાનના સંચાલકો તેમજ પોલીસને જાણ કરી હતી. જોકે, આ મૃતદેહને કચરાપેટીમાં જ સળગાવવામાં આવ્યો હતો કે સ્મશાનમાંથી અડધો સળગેલો અહીં લાવીને ફેંકી દેવાયો હતો તે અંગે રહસ્ય ઘેરાયું છે. યુથ કોંગ્રેસે તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા યુથ કોંગ્રેસના આગેવાનોએ આ ઘટનાને ગંભીર બેદરકારી ગણાવી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે સ્મશાન નજીક જ આટલા કલાકો સુધી મૃતદેહ સળગતો રહ્યો હોવા છતાં સંચાલકોનું ધ્યાન કેમ ન ગયું? આ ઉપરાંત, નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસના ધ્યાને પણ આ બાબત કેમ ન આવી તે અંગે પણ વિરોધ નોંધાવ્યો હતો. તપાસ બાદ વિગતો સ્પષ્ટ થશે મૃતદેહની સ્થિતિ એવી છે કે તે માનવ શરીર છે કે પશુનું તે ઓળખવું મુશ્કેલ બની રહ્યું છે. પોલીસે મૃતદેહને તપાસ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિકોમાં એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે જો આ મૃતદેહ પશુનો પણ હોય, તો પણ તેને આ રીતે કચરાપેટીમાં સળગાવવો કેટલો યોગ્ય ગણાય.
    Click here to Read More
    Previous Article
    પાટણ નજીક અકસ્માત: 1 ગાયનું મોત, 2 ગંભીર ઘાયલ:છોટા હાથી ગાય સાથે ટકરાઈ વૃક્ષ સાથે અથડાયું
    Next Article
    Bridge Washed Away, Mudslides Block Nagaland Roads Amid Heavy Rain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment