Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાઈને મારી નાખવાની ધમકી આપી પાટડીમાં સગીરા પર દુષ્કર્મ:ઘરે પહોંચી ધ્રુસકેને ધ્રુસકે રડી માતાને આપવીતી કહી, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો

    17 hours ago

    સુરેન્દ્રનગરના પાટડી પંથકમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. એક ગ્રામ્ય વિસ્તારમાં ખેતીકામ કરી ગુજરાન ચલાવતા પરિવારની 16 વર્ષીય સગીર વયની દીકરી સાથે ધમકી આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સગીરા ગામમાં આવેલા સ્મશાન પાસે કુદરતી હાજતે ગઈ હતી. તે સમયે અગાઉથી જ તકેદારી રાખીને બેઠેલા ગામના જ પ્રહલાદ ઠાકોર નામના શખસે એકલતાનો લાભ ઉઠાવીને સગીરાનો હાથ પકડીને નીચે પાડી દીધી હતી અને તેના મોં પર હાથ દઈને જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, હેવાનિયતની તમામ હદો વટાવ્યા બાદ આરોપીએ સગીરાને ગંભીર ધમકી આપી હતી કે, જો આ વાત તું કોઈને કહીશ તો તારા ભાઈને જાનથી મારી નાખીશ. આ ડર અને ધમકીના કારણે ગભરાઈ ગયેલી પીડિત સગીરા ઘરે પહોંચીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી હતી. દીકરીને સતત રડતી જોઈને તેની માતાએ પૂછપરછ કરતાં સગીરાએ હિંમત ભેગી કરી પરિવાર સમક્ષ પોતાની ઉપર વીતેલી સમગ્ર આપવીતી રજૂ કરી હતી. હકીકત જાણીને સ્તબ્ધ થઈ ગયેલા પરિવારજનો તુરંત જ પોલીસ મથકે દોડી ગયા હતા અને પ્રહલાદ સોમાભાઈ ઠાકોર વિરુદ્ધ કાયદેસરની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક ધોરણે પોક્સો (POCSO) એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો. સુરેન્દ્રનગર પોલીસની સક્રિયતાના કારણે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લેવામાં આવ્યો છે અને વધુ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. બી.સી. છત્રાલિયા ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જો 'એનાલોગ પનીર' વાપર્યું તો જેલ ભેગા થશો!:ગુજરાતમાં 'એનાલોગ પનીર'ના ઉત્પાદન, વેચાણથી લઈને સંગ્રહ-પરિવહન પર સરકારે મૂક્યો કડક પ્રતિબંધ
    Next Article
    દક્ષિણ ગુજરાતની MSW વિદ્યાર્થિનીઓનો દિલ્હી પ્રવાસ:રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા સાથે સંવાદ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment