Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની સાબરમતી જેલમાં નકલી વકીલ બની આરોપીનો પ્રવેશ:વકીલોમાં ભારે રોષ, રાણીપ પોલીસ મથકે અરજી કરી

    10 hours ago

    અમદાવાદની હાઈ-સિક્યોરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ક્રિકેટ સટ્ટા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો આરોપી હરેશ મૂલચંદાણી નકલી વકીલનો વેશ ધારણ કરીને પ્રવેશ્યો હોવાના આક્ષેપ સામે આવતાં જ વકીલ આલમમાં ભારે સળવળાટ અને રોષ વ્યાપી ગયો છે. સુરક્ષા વ્યવસ્થામાં સર્જાયેલી આ ગંભીર બેદરકારી મામલે ગુજરાત હાઈકોર્ટના વકીલોએ રાણીપ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને જવાબદાર તમામ વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. વકીલનો વેશ ધારણ કરી જેલની અંદર આરોપીને મળ્યો પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી અરજી મુજબ, આરોપી હરેશ મૂલચંદાણીએ વકીલનો ગણવેશ પહેરીને અને નકલી ઓળખ ઊભી કરીને સાબરમતી સેન્ટ્રલ જેલના હાઈ-સિક્યોરિટી પરિસરમાં પ્રવેશ મેળવ્યો હતો. આ વેશપલટા બાદ તેણે જેલમાં બંધ એક આરોપી સાથે સત્તાવાર મુલાકાત પણ કરી હતી. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો જેલ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવતી ઓળખ ચકાસણી અને સમગ્ર સુરક્ષા સિસ્ટમ સામે ખુબ જ ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થાય છે. જેલની કડક સુરક્ષા વ્યવસ્થા પર ઊઠ્યા ગંભીર સવાલો વકીલોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, જેલમાં કોઈ પણ વકીલે પોતાના અસીલને મળવા માટે સત્તાવાર અરજી, સ્ટેટ બાર કાઉન્સિલનું અધિકૃત ઓળખપત્ર (Sanad Card) અને અન્ય જરૂરી કાનૂની દસ્તાવેજોની ચકાસણીમાંથી પસાર થવું ફરજિયાત હોય છે. આટલી જટિલ પ્રક્રિયા હોવા છતાં કોઈ બિન-અધિકૃત વ્યક્તિ નકલી ઓળખ સાથે જેલમાં પ્રવેશી શકે તે જેલ પ્રશાસનની ઘોર ખામી અને બેદરકારી દર્શાવે છે. વકીલો માટે મજબૂત 'ઈ-વેરિફિકેશન સિસ્ટમ' અમલી બનાવવા માંગ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે વકીલ સમુદાયે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને રાજ્યના વિવિધ વકીલ મંડળોને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે વકીલોની ઓળખ માટે તાત્કાલિક ધોરણે મજબૂત 'ઈ-વેરિફિકેશન સિસ્ટમ' અમલમાં મૂકવામાં આવે. આ પ્રકારની ડિજિટલ સિસ્ટમથી ભવિષ્યમાં કોઈ પણ અજાણી કે ગુનાહિત માનસિકતા ધરાવતી વ્યક્તિ નકલી વકીલ બનીને જેલ કે કોર્ટ જેવાં સંવેદનશીલ સ્થળોએ પ્રવેશ ન કરી શકે. હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશને ઘટનાને ગંભીર ગણાવી હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના કમિટી મેમ્બર એડવોકેટ વિરાજ દેસાઈ અને એડવોકેટ પ્રમોદ ગેહલોતે પણ આ સમગ્ર ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જેલમાં પ્રવેશ સમયે માત્ર વકીલનો વેશ પૂરતો ન ગણાવો જોઈએ, પરંતુ તેમની સાચી ઓળખ, બાર કાઉન્સિલ રજીસ્ટ્રેશન નંબર અને સંબંધિત કેસની વિગતોની બારીકાઈથી અને કડક ચકાસણી કરવી અનિવાર્ય બનાવવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    દરિયાનો 'સિકંદર' INS માલવણ તૈયાર:સુરતના 100 ટકા સ્વદેશી સ્ટીલથી સજ્જ યુદ્ધજહાજ ભારતીય નૌસેનામાં સામેલ, સમુદ્રમાં દુશ્મનો ધ્રુજશે
    Next Article
    સંસદમાં સનાતન વિરોધી ટિપ્પણી સામે ભુજમાં આક્રોશ:સંત સમાજની વિશાળ રેલી અને કલેક્ટરને આવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment