Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરિયાનો 'સિકંદર' INS માલવણ તૈયાર:સુરતના 100 ટકા સ્વદેશી સ્ટીલથી સજ્જ યુદ્ધજહાજ ભારતીય નૌસેનામાં સામેલ, સમુદ્રમાં દુશ્મનો ધ્રુજશે

    11 hours ago

    ભારતીય સમુદ્રી સીમાઓને સુરક્ષિત કરવા ભારત સરકારે આત્મનિર્ભરતા તરફ વધુ એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. સ્વદેશી ટેક્નોલોજી અને એન્જિનિયરિંગના અદ્ભૂત સમન્વયથી તૈયાર થયેલું ભારતીય નૌસેનાનું અદ્યતન એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વૉટરક્રાફ્ટ (ASW-SWC) 'INS માલવણ' સત્તાવાર રીતે નૌકાદળમાં સામેલ થઈ ચૂક્યું છે. આ યુદ્ધજહાજની સૌથી મોટી અને વિશેષ ખાસિયત એ છે કે, તેના નિર્માણમાં વપરાયેલું 100 ટકા વિશિષ્ટ સ્ટીલ (Speciality Steel) સુરત સ્થિત AM/NS India (આર્સેલરમેડલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા)ના હજીરા પ્લાન્ટ ખાતે નિર્મિત થયેલું છે. આ યુદ્ધજહાજ અત્યંત ઘાતક એન્ટિ-સબમરીન ઓપરેશન્સ, માઈન વૉરફેર અને દરિયાકાંઠાની કડક સુરક્ષા માટે વિશેષરૂપે ડિઝાઈન કરવામાં આવ્યું છે. સમુદ્રના ઊંડાણમાં દુશ્મન સબમરીનને શોધીને તેને પરાસ્ત કરવાની આ જહાજ ક્ષમતા ધરાવે છે અને તેના મજબૂત કવચ સમાન સ્ટીલે સુરત શહેરનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે. સંરક્ષણ ક્ષેત્રે સુરતનો વધતો દબદબો 22 જુલાઈ, 2026ના રોજ કર્ણાટકના કારવારમાં આયોજિત ગૌરવપૂર્ણ સમારોહમાં INS માલવણને ભારતીય નૌસેનામાં વિધિવત રીતે સામેલ કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ માત્ર નૌસેના માટે જ નહીં, પરંતુ હજીરા સ્ટીલ પ્લાન્ટ અને સમગ્ર સુરત માટે એક અત્યંત ઐતિહાસિક ક્ષણ બની છે. હજીરા પ્લાન્ટમાં વિકસાવવામાં આવેલી અદ્યતન સ્ટીલ ઉત્પાદન ક્ષમતાઓ એ સાબિત કરે છે કે, ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે વિદેશી આયાત પરની નિર્ભરતા સંપૂર્ણપણે ઘટાડી રહ્યું છે. દેશની વિકસી રહેલી મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમમાં સુરતનું આ યોગદાન ભારતની દરિયાઈ સૈન્ય તાકાત અને વ્યૂહાત્મક મહત્વાકાંક્ષાઓને નવી ઉંચાઈ આપી રહ્યું છે. આત્મનિર્ભર ભારતનું રોલ મોડેલ INS માલવણનું નિર્માણ પ્રતિષ્ઠિત કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. આ યુદ્ધજહાજ માહે-ક્લાસ ASW-SWC શ્રેણીના 8 યુદ્ધજહાજ પૈકીનું બીજું જહાજ છે. આ આખો પ્રોગ્રામ ભારત સરકારની 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત' નેમનો મજબૂત પુરાવો છે, કારણ કે આ યુદ્ધજહાજમાં 80 ટકાથી વધુ ઘટકો સંપૂર્ણપણે સ્વદેશી છે. જહાજની ડિઝાઇનિંગ, સિસ્ટમ્સ ઈન્ટીગ્રેશન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ભારતીય નિષ્ણાતોની કારીગરી છતી થાય છે. AM/NS India આ શ્રેણીના તમામ 8 યુદ્ધજહાજ માટે જરૂરી 100 ટકા વિશિષ્ટ સ્ટીલનો પુરવઠો પૂરો પાડી રહી છે, જે ભારતીય નૌસેના સાથેની તેની મજબૂત ભાગીદારી દર્શાવે છે. મુખ્ય કાર્યો અને ક્ષમતાઓ અદ્યતન ટેક્નોલોજી, ઉચ્ચ ગુણવત્તાના ધોરણોની જીત AM/NS Indiaના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડિરેક્ટર રંજન ધરએ જણાવ્યું હતું કે, INS માલવણને ભારતીય નૌસેનામાં સામેલ કરવું એ AM/NS Indiaના હજીરા પ્લાન્ટ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. આ પ્રોજેક્ટ અમારા હજીરા સ્થિત સ્ટીલ પ્લાન્ટ ખાતે વિકસાવવામાં આવેલી અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ, ટેકનિકલ કુશળતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોને પ્રતિબિંબિત કરે છે. સુરતમાં ઉત્પાદિત સ્ટીલ ભારતીય નૌસેનાના આધુનિકીકરણ અને દેશને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી રહ્યું છે, જેનો અમને અનહદ ગર્વ છે. નૌસેના સાથે હજીરાનું અતૂટ બંધન ઉલ્લેખનીય છે કે, AM/NS India માત્ર INS માલવણ કે માહે-ક્લાસ શ્રેણી પૂરતી મર્યાદિત નથી. હજીરા પ્લાન્ટ દ્વારા આ પૂર્વે પણ ભારતીય નૌકાદળના અગ્રણી પ્લેટફોર્મ્સ જેવા કે INS વિશાખાપટ્ટનમ અને INS સુરત જેવા મહાન વિનાશક યુદ્ધજહાજો માટે પણ વિશિષ્ટ ગુણવત્તા ધરાવતું સ્ટીલ પૂરું પાડવામાં આવ્યું છે. આ સતત પુરવઠો દર્શાવે છે કે, સુરતનું હજીરા સ્ટીલ કેન્દ્ર ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વ્યૂહાત્મક હિતો અને સંરક્ષણ ક્ષેત્રે દેશની ક્ષમતાઓનો મજબૂત આધાર સ્તંભ બની ચૂક્યું છે. મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ દેશરક્ષા સુધી સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત, AM/NS India ના હજીરા પ્લાન્ટમાં બનેલા સ્ટીલે દેશના અનેક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પણ મજબૂતી આપી છે. વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજ 'ચિનાબ રેલવે બ્રિજ', ભારતના પ્રથમ કેબલ-સ્ટેડ રેલવે પુલ 'અંજી ખાડ બ્રિજ', અસમ-અરુણાચલને જોડતા 'બોગિબીલ બ્રિજ' અને ભારતની મહત્વકાંક્ષી 'ન્યુટ્રિનો ઓબ્ઝર્વેટરી' જેવા પ્રોજેક્ટ્સમાં હજીરાના સ્ટીલનો સફળતાપૂર્વક ઉપયોગ થયો છે. દરિયાકાંઠાની સૈન્ય સુરક્ષાથી લઈને દેશના જટિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં સુરતનો યોગદાન એ વાત સાબિત કરે છે કે સુરત હવે માત્ર ટેક્સટાઇલ કે ડાયમંડ સિટી જ નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણનું એક મજબૂત ગ્લોબલ હબ બની ગયું છે.
    Click here to Read More
    Previous Article
    આશાપુરા હોટલ પાર્કિંગમાંથી 3 જુગારી ઝડપાયા:મેઘપર પોલીસે ₹12,700 રોકડા, ગંજીપત્તાના પાના કબજે કર્યા
    Next Article
    અમદાવાદની સાબરમતી જેલમાં નકલી વકીલ બની આરોપીનો પ્રવેશ:વકીલોમાં ભારે રોષ, રાણીપ પોલીસ મથકે અરજી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment