Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પોલીસે બે અનાથ બાળકોને રાશન કીટ, નોટબુકનું વિતરણ કર્યું:ભવિષ્યમાં અભ્યાસ અને ભરણપોષણ માટે પણ મદદની ખાતરી આપી

    7 hours ago

    પાટણ સિટી એ ડિવિઝન પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં ખાલકપુરા વિસ્તારમાં માતા-પિતા વિહોણા બનેલા બે નાના બાળકોને રાશન કીટ અને અભ્યાસ માટે જરૂરી નોટબુકો આપી મદદનો હાથ લંબાવ્યો છે. સાથે જ પોલીસ વિભાગે ભવિષ્યમાં પણ બાળકોના અભ્યાસ અને લાલન-પાલન માટે શક્ય તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે. માતાના અવસાન બાદ બંને બાળકો અનાથ બન્યા ખાલકપુરામાં રહેતા પિન્કીબહેન ભરતભાઈ પટણીનું તાજેતરમાં અવસાન થતાં તેમના બે નાના બાળકો માતા-પિતાની છત્રછાયા વિહોણા બન્યા છે. બાળકોના પિતાનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું હોવાથી માતાના નિધન બાદ બંને બાળકો સંપૂર્ણપણે અનાથ બન્યા છે. પોલીસ ટીમે ઘરે પહોંચી જરૂરી મદદ કરી બાળકોની પરિસ્થિતિની જાણ થતાં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી હતી. પોલીસકર્મીઓએ બાળકોને દૈનિક જરૂરિયાત માટે રાશન કીટ તેમજ અભ્યાસ ચાલુ રહે તે માટે નોટબુકોનું વિતરણ કર્યું હતું. ઉપરાંત, બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે પોલીસ વિભાગ તરફથી આગામી સમયમાં પણ શક્ય તમામ પ્રકારની સહાય અને માર્ગદર્શન આપવાની ખાતરી આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગણદેવીના પૂરગ્રસ્ત ગામોમાં કોંગ્રેસ સેવાદળની રાહત ઝુંબેશ:અસરગ્રસ્ત પરિવારોને અનાજની કીટ અને ચટાઈઓનું વિતરણ કર્યું
    Next Article
    PTI apologises to Priyank Kharge for misreporting remarks on police constable exam

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment