Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવીના પૂરગ્રસ્ત ગામોમાં કોંગ્રેસ સેવાદળની રાહત ઝુંબેશ:અસરગ્રસ્ત પરિવારોને અનાજની કીટ અને ચટાઈઓનું વિતરણ કર્યું

    8 hours ago

    દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા સહિતના અનેક ગામોમાં વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી ઓસર્યા બાદ પણ અનેક પરિવારો મુશ્કેલીમાં હોવાથી તેમને તાત્કાલિક રાહત મળે તે માટે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સેવાદળ દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રગતિ આહીર અને વિનીત કુમારના માર્ગદર્શન હેઠળ રાહત વિતરણ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ શ્રીનિવાસના નિર્દેશ અનુસાર તેમના પ્રતિનિધિ વિનીત કુમાર તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ પ્રગતિ આહીરે પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. પરિસ્થિતિની સમીક્ષા બાદ તેમની સીધી આગેવાની હેઠળ રાહત સામગ્રી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અજરાઈ સહિત પાંચ ગામોમાં અનાજની કીટ અને ચટાઈઓનું વિતરણ રાહત અભિયાન અંતર્ગત ગણદેવી તાલુકાના અજરાઈ, ખખવાડા, સોનવાડી દેવધા, કસ્બા અને પાનમોરા જેવા પૂરથી સૌથી વધુ પ્રભાવિત ગામોમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજની રાહત કીટ અને ચટાઈઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાદળના કાર્યકરોએ અસરગ્રસ્ત પરિવારો સુધી સીધી પહોંચીને સહાય પહોંચાડી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત રાહત સામગ્રીના વિતરણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, સેવાદળના આગેવાન બીપીન રાઠોડ, જિલ્લા પ્રમુખ મનમોહન ભગત, ગણદેવી તાલુકા પ્રમુખ છગનભાઈ હળપતિ, માજી પ્રમુખ મીનેશ પટેલ, દત્તુભાઈ દેસાઈ, અશ્વિનભાઈ નાયકા, વરિષ્ઠ આગેવાન વિરેન્દ્ર દેસાઈ, નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ તેમજ કાર્યકારી પ્રમુખ રાજન જોશી સહિત નવસારી શહેર અને ગણદેવી તાલુકાના કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં હવે હળવાથી મધ્યમ વરસાદનો દૌર:સીઝનનો વરસાદ સામાન્ય કરતાં 16% વધુ, માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ
    Next Article
    પાટણ પોલીસે બે અનાથ બાળકોને રાશન કીટ, નોટબુકનું વિતરણ કર્યું:ભવિષ્યમાં અભ્યાસ અને ભરણપોષણ માટે પણ મદદની ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment