Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:મોરબી શહેરમાં બોગસ દસ્તાવેજ બનાવનારી ભાગેડુ મહિલા ઝબ્બે

    1 day ago

    મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર રહેતી મહિલા આરોપીને એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઝડપી છે. આરોપી ભાવનાબેન પ્રેમજીભાઈ મનજીભાઈ સોલંકી મોરબી-2, માળિયા વનાળિયા સોસાયટી ખાતે પોતાના ઘરે હોવાની બાતમી મળતા પોલીસની સંયુક્ત ટીમે મહિલા પોલીસ કર્મચારી સાથે તેના મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોતા નાસી છૂટે તે પહેલાં જ મહિલા આરોપી મળી આવતા તેને તેના પિતાની હાજરીમાં કસ્ટડીમાં લેવામાં આવી હતી. બાદમાં તેને મોરબી એલસીબી કચેરી ખાતે લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મહિલા આરોપીએ પોતે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે કાયદેસરની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ વધુ તપાસ અને કાર્યવાહી માટે તેને સિટી એ ડિવિઝનને સોંપી હતી. જો આ બનાવમાં સવાલ એ ઉદ્દભવ્યો છે કે આરોપી મહિલા તેના ઘરેથી ઝડપાઇ તો તે બે વર્ષથી મોરબીમાં જ હોઈ શકે ને ? તો પોલીસના સંકજામાં કેમ ન આવી ? જવાબદાર તપાસનીશ અધિકારી કે જમાદાર સહિતના સ્ટાફની ઢીલી નીતિ હતી કે કેમ અને તેણી બે વર્ષ દરમિયાન ક્યાં ક્યાં હતી ? તે મુદ્દે પણ પૂછપરછ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ભાજપના બે નેતાઓ વચ્ચે મારામારી:ધારાસભ્યની હાજરીમાં મહિલા કોર્પોરેટરના પતિના હાથ-આંગળીમાં ફેક્ચર, ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ માર માર્યા
    Next Article
    પોલીસમાં ફરિયાદ‎:પ્રાંતિજના બોભામાં જીવીત શખ્સનો ખોટો મરણ દાખલો બનાવી વડીલોપાર્જિત જમીન વેચી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment