Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધજાળા ભરતબાપુના પ્રાગટ્ય દિવસે સન્માન કરી આશીર્વાદ મેળવ્યા:સામતભાઈ જેબલીયાએ સાફો અને તલવાર અર્પણ કરી વિશેષ સન્માન કર્યું

    10 hours ago

    ધજાળાના રોકડિયા ઠાકર મહંત મહારાજ ભરતબાપુના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બોટાદના જાણીતા ગૌરક્ષક અને સામાજિક કાર્યકર સામતભાઈ જેબલીયાએ ભરતબાપુનું વિશેષ સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સામતભાઈ જેબલીયાએ ભરતબાપુને રજવાડી સાફો બાંધી, સાફામાં કલંગી લગાડી હતી. તેમણે શક્તિ સ્વરૂપ રજવાડી તલવાર પણ અર્પણ કરી હતી. આ રીતે તેમણે રજવાડી ઠાઠથી બાપુનું સન્માન કર્યું હતું અને તેમના ચરણોમાં પ્રણામ કરી આશીર્વાદ લીધા હતા. પ્રાગટ્ય દિવસ નિમિત્તે સામતભાઈ જેબલીયાએ ભરતબાપુને શુભેચ્છાઓ પાઠવી હતી. તેના પ્રત્યુત્તરમાં, ભરતબાપુએ સામતભાઈ જેબલીયાને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા અને તેમને આંતરિક આશીર્વાદ આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જૈનતીર્થ તારંગાધામમાં પૂજારીની પત્નીનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો:પૂજારીનો ગળેફાંસો ખાધેલો લટકતો મૃતદેહ, પત્નીની હત્યા કરી પૂજારીએ આત્મહત્યા કર્યાની આશંકા
    Next Article
    મચ્છરો સામે આરોગ્ય તંત્રએ જંગ છેડી:ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો ડામવા 150 વેક્ટર કંટ્રોલ ટીમો મેદાને, 30 હજાર ઘરોના સર્વેમાં 271 શંકાસ્પદ તાવના દર્દીઓ મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment