Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મચ્છરો સામે આરોગ્ય તંત્રએ જંગ છેડી:ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો ડામવા 150 વેક્ટર કંટ્રોલ ટીમો મેદાને, 30 હજાર ઘરોના સર્વેમાં 271 શંકાસ્પદ તાવના દર્દીઓ મળ્યા

    10 घंटे पहले

    ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સક્રિય થઈ ગયું છે. ચોમાસાની ઋતુમાં એકત્ર થતા પાણીમાં મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે 150 જેટલી વેક્ટર કંટ્રોલ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. 30 હજાર ઘરોનો સર્વે અને લાર્વાનો નાશ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસ દરમિયાન શહેરભરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 150 ટીમોએ 29,759થી વધુ ઘરોની મુલાકાત લીધી હતી અને પાણીના ટાંકા, પીપ, ગઢી તથા કુંડા સહિત કુલ 38,624 પાત્રોની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન 395 ઘરોમાંથી 629 પાત્રોમાં મચ્છરોના લાર્વા મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને 'અબેટ' કીટાણુનાશક દવાનો છંટકાવ કરાયો હતો. તપાસ દરમિયાન શંકાસ્પદ તાવ ધરાવતા 271 દર્દીઓ મળી આવ્યા હતા, જેમના લોહીના નમૂના તાત્કાલિક લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ડ્રોન ટેકનોલોજી અને ફોગિંગ દ્વારા કામગીરી મચ્છર નિયંત્રણ માટે પરંપરાગત પદ્ધતિઓ ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તળાવો અને પહોંચી ન શકાય તેવી અવાવરૂ જગ્યાઓએ ડ્રોનની મદદથી 3000 લીટરથી વધુ બાયોલાર્વીસાઈડ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, જે કામગીરી ઓગસ્ટ મહિનામાં પણ ચાલુ રહેશે. ગટર, કુંડીઓ અને ખાડાઓમાં જમા પાણીમાં મચ્છરો રોકવા 430 લીટર બળેલા ઓઈલનો છંટકાવ કરાયો છે, તેમજ 1392 ઘરોમાં કોલ્ડ ફોગિંગ કરવામાં આવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને આખી બાંયના કપડાં પહેરવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને ઘરોમાં કે આસપાસ પાણી જમા ન થવા દેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ધજાળા ભરતબાપુના પ્રાગટ્ય દિવસે સન્માન કરી આશીર્વાદ મેળવ્યા:સામતભાઈ જેબલીયાએ સાફો અને તલવાર અર્પણ કરી વિશેષ સન્માન કર્યું
    Next Article
    Madhuri Dixit Sells Commercial Office In Mumbai For Rs 4.85 Crore: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment