Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમસ્ત સવર્ણ સમાજનું રસ્તા રોકો આંદોલન:ભાવનગરમાં યુજીસી એક્ટ કાયદાને ગણાવ્યો 'કાળો કાયદો', પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી

    7 घंटे पहले

    ભાવનગરમાં UGCના વિરોધમાં રોષે ભરાયેલા સમસ્ત સવર્ણ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં સમસ્ત સવર્ણ સમાજના શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. સરકાર અને તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચાર કરતા પ્રદર્શનકારીઓ રસ્તા પર બેસી રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. પોલીસે રસ્તા પર બેસીને વિરોધ કરી રહેલા અને સૂત્રોચાર કરતા પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને ડિટેઈન કર્યા હતા. યુજીસી એક્ટના વિરોધમાં સર્વ સવર્ણ સમાજ મેદાને રાજસ્થાનના જયપુરમાં યુજીસી એક્ટ ના વિરોધમાં મહિપાલસિંહ મકરાણા દ્વારા સવર્ણ સમાજના સમર્થનમાં શરૂ કરાયેલા આંદોલનના સમર્થનમાં આજે ભાવનગર ખાતે ક્ષત્રિય, પાટીદાર અને બ્રહ્મ સમાજ સહિતના સર્વ સવર્ણ સમાજના આગેવાનો અને અગ્રણીઓ એકત્રિત થયા હતા. ભાવનગરમાં મળેલી આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ નવા કાયદા સામે ઉગ્ર વિરોધ નોંધાવી આગામી દિવસોમાં રણનીતિ ઘડવા અંગે ચર્ચા કરી હતી. ‘આ કાળો કાયદો શા માટે ફરીવાર આપણા પર નાખવામાં આવ્યો છે?’ આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાને જણાવ્યું હતું કે, આજરોજ અમે ભાવનગર ખાતે રાજસ્થાનમાં જયપુર ખાતે યુજીસી એક્ટના વિરોધમાં સર્વ સવર્ણ સમાજ માટે કરાયેલા આંદોલનના સમર્થનમાં ભેગા થયા છીએ. યુજીસી એક્ટનું કોઈ વિશેષ મહત્વ નથી, અગાઉનો જૂનો કાયદો એટલો જ અસરકારક હતો. આ કાળો કાયદો શા માટે ફરીવાર આપણા પર નાખવામાં આવ્યો છે? તે અંગે આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા. આજે સામાન્ય વિરોધ દર્શાવીને આગામી સમયમાં ભાવનગર જિલ્લા માટે એક મહત્વરૂપ બને તેવો મોટો કાર્યક્રમ આપવા માટેની રણનીતિ ઘડી રહ્યા છીએ. ‘અમારા બાળકો અભ્યાસ માટે જાય તો કોઈ ખોટો ગુનો દાખલ કરાવી દે’ બ્રહ્મ સમાજના આગેવાને સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખરેખર અનામતના મુદ્દે જનરલ અને સવર્ણ સમાજ તેમજ અમારા બાળકો હેરાન થઈ રહ્યા છે. સરકાર 'બટેંગે તો કટોગે' જેવા મોટા-મોટા દાખલા આપી હિન્દુ સમાજને ભેગો કરવાની વાત કરે છે, પરંતુ આ કેવા પ્રકારની નીતિ છે? અમારા બાળકો યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જાય ત્યારે કોઈ ખોટો ગુનો દાખલ કરાવી દે, જેનાથી અમારા સંતાનોનું ભવિષ્ય ખરાબ થઈ જાય તેવો આ કાયદો છે. વિરોધમાં વ્યાપક આંદોલનાત્મક કાર્યક્રમોની પૂરી શક્યતા પાટીદાર સમાજના આગેવાને જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં બનેલી ઘટનાના સંદર્ભે આજે ભાવનગરમાં સુવર્ણ, ક્ષત્રિય, પાટીદાર અને બ્રહ્મ સહિતના તમામ સમાજો એકઠા થયા છે જ્યાં પણ કાયદાની વિરુદ્ધમાં અન્યાય થતો હોય, તેની સામે લડવા માટે સુવર્ણ સમાજ એક થઈને આગામી રણનીતિ તૈયાર કરી રહ્યો છે, આગામી દિવસોમાં સર્વ સવર્ણ સમાજ દ્વારા આ કાયદાના વિરોધમાં વ્યાપક આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાવેલ્સ સંચાલક પર 6 શખસો તૂટી પડ્યા:કમરપટ્ટા, મુઠ અને સાંકળથી માર માર્યો, 'બાઈક સામું જોઈને ચલાવ' તેમ કહી બબાલ કરી હતી
    Next Article
    Modi govt spent Rs 910 crore on print ads in 5 years; Times of India biggest beneficiary

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment