Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં નવા રેવન્યુ તલાટીઓને સ્થળ પર તાલીમ અપાઈ:નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાએ મહેસૂલી કામગીરી માટે માર્ગદર્શન આપ્યું

    13 hours ago

    ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા દ્વારા તાજેતરમાં નવનિયુક્ત રેવન્યુ તલાટીઓને સ્થળ પર તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ મહેસૂલી કામગીરીને વધુ અસરકારક, પારદર્શક અને જવાબદારીપૂર્વક બનાવવાનો છે. આ પ્રસંગે નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે, સરકારી જમીન રાજ્યની મૂલ્યવાન સંપત્તિ છે. તેની જાળવણી, નિભાવણી અને સંરક્ષણ મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની અગત્યની ફરજ છે. તેમણે સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ, ખનન, બાંધકામ કે અન્ય અનધિકૃત પ્રવૃત્તિઓ ન થાય તે માટે નિયમિત દેખરેખ રાખવા સૂચના આપી હતી. તલાટીઓને સ્થળ પર સમયાંતરે મુલાકાત લઈ હદ નિશાનની ચકાસણી કરવા અને સરકારી જમીનની સીમાઓ સ્પષ્ટ જળવાઈ રહે તે માટે સમયસર કાર્યવાહી કરવાની સમજ આપવામાં આવી હતી. આનાથી કોઈ વિવાદ ઊભો ન થાય તેની ખાતરી કરી શકાશે. તાલીમ દરમિયાન, નવનિયુક્ત રેવન્યુ તલાટીઓને RO ડાયરી અંગે વિસ્તૃત માર્ગદર્શન મળ્યું. તેમને RO ડાયરીનું મહત્વ, તેમાં સમયસર અને ચોકસાઈપૂર્વક નોંધ કરવાની પ્રક્રિયા, નોંધાયેલ વિગતોની જવાબદારી અને મહેસૂલી કામગીરીમાં તેની ઉપયોગિતા સમજાવવામાં આવી હતી. તમામ નોંધો નિયમો મુજબ અને સમયસર થાય તે પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જે ગામોમાં સરકારી જમીનો આવેલી હોય ત્યાં કોઈપણ હલચલ, ફેરફાર કે સંભવિત ગેરરીતિ અંગે સિસ્ટમ દ્વારા સર્કલ ઓફિસરની RO ડાયરીમાં 'ઇન્સિડન્ટ' જનરેટ થાય છે. આવા ઇન્સિડન્ટ મળતા જ સંબંધિત રેવન્યુ તલાટી અને સર્કલ ઓફિસરે તાત્કાલિક સ્થળ પર જઈ હકીકતની ખાતરી કરવી પડશે. તેમને જરૂરી પંચનામું કે નોંધણી કરવા અને જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો નિયમોનુસાર કાર્યવાહી કરી ઉચ્ચ અધિકારીઓને અહેવાલ કરવાની સૂચનાઓ અપાઈ હતી. નાયબ કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું કે, મહેસૂલ વિભાગના દરેક કર્મચારીએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવી, સરકારી જમીનોનું રક્ષણ કરવું અને નિયમિત મેદાની મુલાકાતો લેવી અત્યંત આવશ્યક છે. સરકારી સંપત્તિના સંરક્ષણ માટે સતર્કતા જાળવવી પડશે. આ સ્થળ પરની તાલીમ નવનિયુક્ત રેવન્યુ તલાટીઓને તેમની ફરજ વધુ કાર્યક્ષમ રીતે નિભાવવામાં મદદરૂપ થશે અને સરકારી જમીનના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં સ્વતંત્રતા દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી ખેડબ્રહ્મામાં થશે:તૈયારી અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ, વિવિધ સમિતિઓને સોંપાઈ જવાબદારીઓ
    Next Article
    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 'નશા મુક્ત યુવા' કાર્યક્રમ યોજાયો:યુવાનોને વ્યસનમુક્ત રહી વિકસિત ભારતમાં યોગદાન આપવા આહવાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment