Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં સ્વતંત્રતા દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી ખેડબ્રહ્મામાં થશે:તૈયારી અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ, વિવિધ સમિતિઓને સોંપાઈ જવાબદારીઓ

    14 hours ago

    સાબરકાંઠા જિલ્લાના 80મા સ્વતંત્રતા દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી આગામી 15 ઓગસ્ટ, 2026ના રોજ ખેડબ્રહ્મા સ્થિત કે.ટી. હાઇસ્કૂલના પ્રાંગણમાં ભવ્ય રીતે યોજાશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી જિલ્લા પ્રભારી મંત્રી પ્રધ્યુમન વાજાની ઉપસ્થિતિમાં દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સુવ્યવસ્થિત અને ગૌરવપૂર્ણ બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ આયોજન બેઠક રાષ્ટ્રીય પર્વની ઉજવણીને સફળ બનાવવા હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં અમલીકરણ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વિવિધ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે તેમજ કાર્યક્રમનું આયોજન નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. વિવિધ સમિતિઓને સોંપાઈ જવાબદારીઓ બેઠકમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ માટે વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરવામાં આવી હતી. પરેડ, ધ્વજવંદન, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, મંડપ અને સ્ટેજની તૈયારીઓ, વિકાસાત્મક ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓના સન્માન અને ઇનામ વિતરણ સહિતની કામગીરી માટે અલગ-અલગ અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી. DDO સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ આયોજન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.પી. પાટીદાર, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી, કાર્યપાલક ઇજનેર સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કાર્યક્રમને ભવ્ય, સુવ્યવસ્થિત અને યાદગાર બનાવવા માટે તમામ વિભાગોને સંકલનપૂર્વક કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈરાનમાં વિદેશ મંત્રી અરાઘચીને હટાવવાની તૈયારી:દાવો- રાષ્ટ્રપતિ પઝેશકિયાનની તાકાત ઘટી, સુપ્રીમ લીડરની ઈસ્લામિક ફોર્સ વધુ પાવરફુલ
    Next Article
    ચોટીલામાં નવા રેવન્યુ તલાટીઓને સ્થળ પર તાલીમ અપાઈ:નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણાએ મહેસૂલી કામગીરી માટે માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment