Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના જ નેતાઓથી મહિલાઓ અસુરક્ષિત:બાપુનગર વિધાનસભાના હોદ્દેદારે મહિલા કાર્યકર્તાને મેસેજ કરી અભદ્ર માંગણી કરી, એક મહિનામાં ત્રણ કિસ્સા સામે આવ્યા

    16 hours ago

    ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોવાનો દાવો કરે છે. પરંતુ ભાજપના જ નેતાઓ અને હોદ્દેદારો મહિલા કાર્યકર્તાઓ સાથે અભદ્ર વર્તન ખોટી માંગણીઓ કરતા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની બાપુનગર વિધાનસભાના ભાજપના એક હોદ્દેદાર દ્વારા મહિલા સાથે અભદ્ર વર્તન અને શારીરિક માંગણીઓ કરવામાં આવતી હોવાને લઈને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખવામાં આવ્યો છે. કાર્યકર્તાએ પ્રદેશ પ્રમુખને પત્ર લખી અને હોદ્દેદાર દ્વારા ગાળો બોલવામાં આવે છે અને અભદ્ર માંગણીઓ કરવામાં આવે છે તેવી રજૂઆત કરી છે અને કડકમાં કડક કાર્યવાહી કરવા અંગેની માંગ કરી છે. બાપુનગર વિધાનસભાના એક સિનિયર મહિલા કાર્યકર્તાએ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખી જણાવ્યું કે, એક સમયે ભાજપમાં કાર્યકર્તાઓ માટે ખૂબ માન-સન્માન હતું. પરંતુ હાલમાં પદ ઉપર રહેલા કેટલાક હોદ્દેદારો દ્વારા મહિલા કાર્યકર્તાઓનું શોષણ થઈ રહ્યું છે, તે જણાવતા અત્યંત દુઃખ થાય છે. બાપુનગર વિધાનસભાના એક હોદ્દેદાર દ્વારા છેલ્લા ઘણા સમયથી અમારું પક્ષનું કોઇપણ કામ કરવા બાબતે અમારી પાસે માંગણી કરવામાં આવે છે. તેઓ વારંવાર ફોન કરીને અપશબ્દો બોલે છે, ગંદી વાતો કરે છે અને ખૂબ જ અભદ્ર માગણી કરી મહિલાઓને ગેરમાર્ગે દોરી શારીરિક ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. 'માનસિક ત્રાસમાં છીએ અને પક્ષનું કામ કરવામાં ડર લાગે છે' અમે મહિલા કાર્યકર્તાઓ માનસિક ત્રાસમાં છીએ અને પક્ષનું કામ કરવામાં ડર લાગે છે. હું ભાજપની નિષ્ઠાવાન કાર્યકર્તા હોવાના નાતે ઈચ્છતી નથી કે આ બાબત બહાર જાય બદનામી થાય. પરંતુ હવે સહન કરવાની હદ વટી ગઈ છે. આથી આપને નમ્ર વિનંતી કે, આ બાબતની તાત્કાલિક ગંભીરતાથી નોંધ લઈ, "POSH Act 2013" હેઠળ રચાયેલી આંતરિક તપાસ કમિટી સમક્ષ તપાસ કરાવવામાં આવે અને હોદ્દેદાર વિરુદ્ધ પક્ષના નિયમો મુજબ કડક અને ન્યાયિક કાર્યવાહી કરવામ ભવિષ્યમાં કોઈપણ મહિલા કાર્યકર્તા સુરક્ષિત રહે. આપ સાહેબ પાસેથી તાત્કાલિક ન્યાય અને સુરક્ષાની આશા રાખું છું. થોડા સમય પહેલા વોર્ડ પ્રમુખે એક મહિલા કાર્યકરને બહાર મળવા બોલાવી થોડા સમય પહેલા પણ પૂર્વ વિસ્તારના જ એક વોર્ડના પ્રમુખ દ્વારા મહિલા કાર્યકર્તાને મેસેજ કરવામાં આવ્યા હતા અને તેમને મળવા માટેની માંગણી કરી હતી. મહિલા કાર્યકર્તાને બહાર મળવા માટેના મેસેજ કરવામાં આવ્યા હતા અને અવારનવાર આવા મેસેજોને લઈને મહિલા કાર્યકર્તા દ્વારા શહેર ભાજપના હોદ્દેદારોને ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેના પગલે ભાજપના હોદ્દેદારો તાત્કાલિક મહિલા અને પ્રમુખ વચ્ચે સમાધાન કરવા માટે પહોંચી ગયા હતા અને પક્ષની બદનામી ન થાય તેના માટે ફરિયાદ ન કરવા અંગે સમજાવટ કરી હતી. એક વોર્ડના મહામંત્રીએ પૂર્વ કોર્પોરેટરની પુત્રીને મેસેજ કર્યા શહેરના પશ્ચિમ વિસ્તારના પણ એક વોર્ડના મહામંત્રી દ્વારા પૂર્વ કોર્પોરેટરની પુત્રીને મેસેજ કરવામાં આવ્યા હતા અને બીભત્સ મેસેજો કરી તેની પાસે અશ્લીલ માંગણીઓ કરવામાં આવી હતી જે બાબતે તેમને ચેતવણી પણ આપવામાં આવી હતી. જે બાદ ત્યાં મહિલા કાર્યકર્તાને પણ મેસેજ કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. ફરીથી મહામંત્રી દ્વારા મેસેજ કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવતા મહામંત્રીને મેથીપાક પણ આપવામાં આવ્યો હતો અને આ ઘટના બાબતે શહેર ભાજપમાં રજૂઆત કરવામાં આવી હતી. જેથી મહામંત્રીનું રાજીનામું પણ લઈ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ભાજપમાં આવા હોદ્દેદારોને લઈને પણ હવે મહિલા કાર્યકર્તાઓ ભયમાં મુકાઈ છે.
    Click here to Read More
    Previous Article
    7 વર્ષમાં 274 ભાગેડુઓને ભારત લાવવામાં આવ્યા:₹17,874 કરોડની સંપત્તિ પણ જપ્ત; સરકાર બોલી- 36 દેશોમાંથી પ્રત્યાર્પણ
    Next Article
    ધારાસભ્યએ ખેડૂતને ગાળ કાઢી, VIDEO:100ની સ્પીડે મોત આવ્યું, બહુચરાજીમાં સગીરે બોલેરોથી ત્રણને કચડ્યા, સુરતમાં મોબાઇલની લતે બાળકનો જીવ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment