Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીંછે સીમમાં આતંક મચાવ્યો:વહેલી સવારે પાલનપુર તાલુકાના હસનપુર-ખરોડપુર ગામની સીમમાં ઘૂસીને અનેકને ઘાયલ કર્યા; ઘાયલોને સારવાર માટે ખસેડાયા

    9 hours ago

    પાલનપુર તાલુકાના હસનપુર-ખરોડપુર ગામની સીમમાં વહેલી સવારે અંદાજે 6:00 વાગ્યે એક હિંસક રીંછ ઘૂસી આવતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામના સ્થાનિક કિસ્મતસિંહના જણાવ્યા અનુસાર, રીંછે ગામમાં પ્રવેશ કરી એક ઘરમાં ઘૂસીને વૃદ્ધા પર અચાનક હુમલો કર્યો હતો. વૃદ્ધાને બચાવવા માટે વચ્ચે પડેલા તેમના પુત્ર પર પણ રીંછે હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કર્યો હતો. બચાવ કામગીરી અને વધુ લોકો પર આક્રમણ આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ગામ લોકો જ્યારે રીંછને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં સામને મળેલા અન્ય 2 થી 4 લોકોને પણ રીંછે અડફેટે લીધા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અને વન વિભાગની કામગીરી આ હિંસક હુમલામાં કુલ 6 થી 7 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ 6 થી 7 લોકોને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને રીંછને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સાવચેતી રાખવા વનવિભાગની અપીલ વન વિભાગ દ્વારા ગ્રામજનોને સુરક્ષિત રહેવા, સાવચેતી રાખવા અને રીંછની નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે અને હજુ સુધી રીંછ પકડાઈ શક્યું નથી
    Click here to Read More
    Previous Article
    ગણદેવા એક્સપ્રેસ હાઈવે પર દારૂ ભરેલો ટ્રક ઝડપાયો:રૂ. 19.91 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, બે આરોપીની ધરપકડ
    Next Article
    લોઠડામાં બે બાળકના ડૂબી જવાથી મોત:પાણી ભરેલા ખાડામાં બીજા બાળકોને રમતા જોઈ પાસે ગયા ને પડ્યા, મધ્યપ્રદેશના પરિવારમાં કલ્પાંત છવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment