Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાનગઢમાં ગેરકાયદેસર કોલસાના કૂવા ઝડપાયા:નાયબ કલેક્ટરની તપાસ બાદ બુરવાની કામગીરી શરૂ

    12 hours ago

    ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢના મામલતદાર દ્વારા થાનગઢ તાલુકાના ખાખરાવાળી ગામમાં સરકારી જમીન પર સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગેરકાયદેસર કોલસા ખનન માટે તૈયાર કરાયેલા બે કૂવા મળી આવ્યા હતા, જેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. સરકારી સર્વે નં. 76 અને 7ની જમીન પરથી આ ગેરકાયદેસર કોલસાના કૂવાઓ મળી આવ્યા હતા. આ કૂવાઓમાંથી પાણી કાઢવાની અને કોલસો કાઢવાની તૈયારીઓ ચાલી રહી હતી. સ્થળ પર જ બંને કૂવાઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદેસર ખનનને સંપૂર્ણપણે અટકાવવા અને સરકારી જમીનનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે, આજથી બંને ગેરકાયદેસર કોલસાના કૂવાઓને લોડર મશીનથી બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર કામગીરી કોના દ્વારા કરવામાં આવી રહી હતી તે અંગેની તપાસ થાનગઢના મામલતદારને સોંપવામાં આવી છે. તપાસના અંતે કસૂરદારો સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી ખાણ ખનીજના ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના જ નેતાઓથી મહિલાઓ અસુરક્ષિત:બાપુનગર વિધાનસભાના હોદ્દેદારે મહિલા કાર્યકર્તાને અભદ્ર મેસેજ કરી માંગણી કરી, એક મહિનામાં ત્રણ કિસ્સા સામે આવ્યા
    Next Article
    બોટાદના સમઢીયાળામાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ:તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને ચાઈલ્ડ હેલ્પલાઇન દ્વારા આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment